*ગોધરાના ચંચોપા પાસે નિર્માણ પામી રહેલ GMERS ઇમારતની મુલાકત જિલ્લા કલેકટર આશિષકુમાર*

*ગોધરાના ચંચોપા પાસે નિર્માણ પામી રહેલ GMERS ઇમારતની મુલાકત જિલ્લા કલેકટર આશિષકુમાર*

એબીએનએસ ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલ ચંચોપા ગામ પાસે GMERS ની નિર્માણ પામી રહેલ ઈમારતની જિલ્લા કલેકટર આશિષકુમાર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

અત્યાર સુધીમાં કરવામાં આવેલ ઈમારત નિર્માણની કામગીરીનું જિલ્લા કલેક્ટર દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું તથા કામગીરીમાં જણાયેલ ક્ષતિઓની ત્વરિત પુર્તતા કરી બાકી રહેલ કામગીરી સત્વરે પૂર્ણ કરવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.