મુખ્ય સમાચાર.


સુરતમાં નકલી પાસ આપવાનું કૌભાંડ ઝડપાયું
સુરત APMC માર્કેટમાં પ્રવેશ માટે નકલી પાસ આપવાનું કૌભાંડ ઝડપાયું બે દિ’માં 37 ટેમ્પો ઝડપી પાડી તમામ સામે કાર્યવાહી નકલી પાસના આધારે લોકો પ્રવેશતા હોવાની ફરિયાદને આધારે માર્કેટના કર્મચારીઓ દ્વારા તપાસ કરાઈ


ડાકોરના ઠાકોરજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા
ડાકોરના ઠાકોરજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા મંદિર ખૂલતા જ ભક્તોની લાંબી લાઈન લાગી ૮૮ દિવસથી મંદિર બંધ હતું ત્યારે આજથી ૫ દિવસ માટે ફક્ત ડાકોરના સ્થાનિક શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશે


નરાધમ બાપે 5 વર્ષની દિકરી પર ગુજાર્યો બળાત્કાર
અમદાવાદના સોલા વિસ્તારમાં એક પિતાએ તેનીજ 5 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી છે. બાળકી જ્યારે ઘરે આવી ત્યારે બાળકીની માતાને સમગ્ર મામલે જાણ થઈ અને તેણે નરાધમ પિતા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ મળતાની સાથે જ આરોપી પિતાની સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આંતકીને મદદ કરનાર સસ્પેન્ડેડ DSPને જામીન
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના મદદગાર અને સસ્પેન્ડેડ DSP દેવિન્દર સિંહને દિલ્હી પોલીસે કરેલા અન્ય એક કેસમાં જામીન મળી ગયા છે. દિલ્હીની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરતા જણાવ્યું હતું કે તપાસ એજન્સી 90 દિવસની અંદર ચાર્જશીટ રજૂ ના કરી શકી હોવાથી આરોપીને જામીન પર છોડવામાં આવે. સિંહ સામે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાનો જે કેસ ચાલી રહ્યો છે તેની તપાસ NIA કરી રહી છે. તેને દિલ્હી પોલીસના કેસમાં જામીન મળી ગયા છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાં થયેલા કેસમાં તે હાલ જેલમાં જ રહેશે.


રથયાત્રા યોજાશે કે નહીં તેને લઇને સસ્પેન્સ
આમ મંદિરના મહંત અને ટ્રસ્ટીના નિવેદનમાં રથયાત્રા યોજાશે કે નહીં તેને લઇને સસ્પેન્સ સર્જાયું છે. ત્યારે હવે સરકાર સાથે આ અંગે બેઠક થયા બાદ નિર્ણય લેવાશે. આ નિર્ણય પર રથયાત્રા નીકળશે નહીં તેનો આધાર રહેલો છે. જો રથયાત્રા નહીં યોજાય તો 143 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે રથયાત્રા નહીં યોજાય.


સુરતમાં પોલીસે યુવકને મેમો પકડાવતા ઉશ્કેરાઈ ગયો
સુરતના પાંડેસરાના બાટલી બોય સર્કલ પાસે પોલીસ ટ્રાફિક મેમો બનાવા બાબતે ઘર્ષણ થયું. વાહન ચાલક પાસે પૂરતા ડોક્યુમેન્ટના હોવાના કારણે ટ્રાફિક પોલીસે મેમો બનાવવાનું કહેતા જ વાહનચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને રોષે ભરાઈ પોતાનું બાઈક રોડ પર ફેંકી સળગાવવાની કોશિશ કરી હતી.આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના લીધે વાહનચાલક અકળાયો હતો


ભ્રસ્ટાચારના ગંભીર આક્ષેપોથી ખળભળાટ
સુરતની સુમુલ ડેરીમાં રાજકારણ ગરમાયું છે. માજી સાંસદ અને ભાજપ અગ્રણીએ સુમુલ ડેરીના ચેરમેન સામે ભ્રસ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા. આ અંગે વડા પ્રધાન મોદીને પત્ર લખતા દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કરોડો રૂપિયાના વહીવટમાં અણઆવડતના કારણે વેપારી સંસ્થાને નુકસાન કર્યાની ફરિયાદ કરી છે.
વગર લાયકાતે મળતીયાઓને નોકરી અપાવી પાંચ વર્ષમાં ૨૨૨ કરોડના વ્યાજની ચુકવણી તેમજ ચોક્કસ લોકોને વગર વ્યાજની લોન આપવાનો આરોપ મુક્યો હતો. સાથો સાથ વગર લાયકાતે મળતીયાઓને નોકરી અપાવી સંસ્થાને અને પશુપાલકોને નુકસાન કર્યાની ફરિયાદ કરી હતી. વિવિધ રાજકીય તાયફાઓનો ખર્ચ સુમુલમાંથી કરી ગરીબ, આદિવાસી પશુ પાલકોને આર્થિક નુકસાન કર્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો.


સૌરાષ્ટ્રનું યાત્રાધામ આજે બંધ પાળશે
સૌરાષ્ટ્રભરમાં મોરારી બાપુ પરના હુમલાના પ્રયાસનો વિરોધ થયો હતો. ત્યારે આ બનાવના પડઘો યાત્રાધામ વીરપુરમાં પણ પડ્યો છે. પૂજ્ય મોરારીબાપુના સમર્થનમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામધામ વીરપુર આવતીકાલે બંધ પાળશે. ગામના તમામ વેપારીઓ રોજગાર ધંધા બંધ પાળીને રોષ વ્યક્ત કરશે..તેમજ પૂજ્ય જલારામબાપાના પરિવારના પ્રતિનિધિ અને વીરપુર ગામના પાંચ આગેવાનો આવતીકાલે રાજકોટ જઈને આવેદનપત્ર પત્ર આપશે.



ગુજરાતમાં બીટીપીએ કોંગ્રેસને આપ્યો આંચકો
બીટીપી પક્ષનાં છોટુભાઈ વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે નિવેદન આપ્યું કે ભાજપને પણ જણાવ્યું છે, અને કોંગ્રેસને પણ જણાવી, અમારી માંગણી સંતોષાઈ નથી. તેથી અમે કોઈપણ પક્ષને મત આપવાના નથી. બીટીપી પક્ષનાં બન્ને ધારાસભ્યો છોટું ભાઈ વસાવા અને મહેશ ભાઈ વસાવા મતદાનથી અળગા રહ્યા. બન્ને પક્ષો સાથેની મંત્રણા રહી નિષ્ફળ. જેના કારણે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો.


બન્ને પક્ષો સાથેની મંત્રણા રહી નિષ્ફળ
છોટુ વસાવા, મહેશ વસાવાએ મતદાન ન કર્યુ
કોંગ્રેસે બે વખત છોટુ વસાવા અને મહેશ વસાવાને મતદાન કરવા મનાવવા પ્રયાસો કર્યા હતા. ભાજપે પણ આ બંને નેતાઓને મનાવવા પ્રયાસો કર્યા હતા. પરંતુ ભાજપ-કોંગ્રેસના પ્રયાસો નિષ્ફળ રહ્યા. જોકે કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો કે ભાજપે બીટીબીના બંને ધારાસભ્યોને મતદાન ન કરવા કહ્યું હતું.


બીટીપી અને મધ્યપ્રદેશમાં સપા બસપાએ કોંગ્રેસના ગણિતો બગાડ્યા
રાજ્યસભાની ચૂંટણીમાં એક એક વોટ કિમતી સાબિત થયા છે.ગુજરાતમાં બીટીપીએ વોટિંગથી દૂર રહીને જ્યારે મધ્ય પ્રદેશમાં સપા બસપાએ ભાજપને ટેકો આપી કોંગ્રેસના ગણિતો બગાડી દીધા છે. ગુજરાતમાં બીટીપીનો ટેકો કોંગ્રેસને મળ્યો હોત તો સ્થિતિ કંઈક જુદી થઈ શકે તેમ હતી. પરંતુ બીટીપીએ વોટિંગથી દૂર રહેતાં ગુજરાતમાં કોંગ્રેસને ઝટકો આપ્યો છે. એજ રીતે મધ્ય પ્રદેશમાં પણ ત્રણ રાજ્યસભા બેઠકો માટે વોટિંગ છે. સપા અને બસપાના ધારસભ્યોએ ભાજપને ટેકો આપતાં કોંગ્રેસનું ગણિત ખોરવાયું છે.


મહિલા ઉમેદવાર તરીકે રમીલાબેન બારાને ટિકીટ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એક વખત મહિલા ઉમેદવાર તરીકે રમીલાબેન બારાને ટિકીટ આપી. આદિવાસી સમાજમાંથી આવતા રમીલાબેન બારા છેલ્લા બે દાયકા કરતા પણ વધુ સમયથી ભાજપને મજબૂત કરી રહ્યા છે. આ વખતે ભાજપે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારને સ્થાન આપ્યું.



જૂનાગઢમાં ખરાબ રોડથી કંટાળી લોકોએ એવી કોલર ટ્યૂન બનાવી
આપ સૌ કોરોનાની કોલર ટ્યુન તો રોજ સાંભળતા જ હશો પણ હવે આ કોલર ટ્યુનમાંથી લોકોએ નીતનવી કટાક્ષ કરતી કોલર ટ્યુન બનાવાનું શરૂ કર્યુ છે. ત્યારે આવો જોઈએ કયા ગામની કેવી કોલર ટ્યુન શા માટે બની છે.


કોલર ટ્યૂન
ખાડા વાળા રોડ અને ગટરથી આજે આખું જૂનાગઢ લડી રહયું છે
ખાડા વાળા રોડ અને ગટરથી આજે આખું જૂનાગઢ લડી રહયું છે.પણ યાદ રાખો આપણે ખાડાથી બચવાનું છે, ખાડા સામે લડી ને નઈ. એને તારવીને ચાલો અને આવા રોડ બનાવાવાળા જે અધિકારી તેમજ કોન્ટ્રાકટર, પદાધિકારી, વચેટીયા વગેરેનું સન્માન કરો. તેમનો વિરોધ ન કરો. આ યોદ્ધાઓની સંભાળ રાખો તો જૂનાગઢમાં બનશે રોડ નવો. જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા જનહિતમાં જારી


બનાસકાંઠાના સુઈગામમાં તીડના ઝુંડ ત્રાટક્યા
બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકામાં તીડના ઝુંડ દેખાયુ. મોરવાડા સહિત અન્ય ગામોમાં સફેદ અને લાલ રંગના તીડ જોવા મળતા ખેડૂતો ચિંતિત છે. સરહદી વિસ્તારમાં પાંચમી વખત તીડના ઝુંડ દેખાયા છે. ત્યારે ખેતીવાડી વિભાગની તીડ નિયંત્રણ ટીમ તીડનો નાશ કરવા પહોંચી છે. સરહદી વિસ્તારમાં લોકોએ થાળી-નગારા વગાડી તીડ ભગાડવાનો પ્રયત્ન કર્યો. ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.



સુરતમાં વરાછા માનગઢ ચોક ખાતે ચાઈના સામે વિરોધ
સુરત. શહેરના વરાછા વિસ્તારમાં બજરંગ દળ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ આપવાની સાથે ચાઈનિઝ મોબાઈલ સહિતની વસ્તુઓની હોળી કરી હતી. માનગઢ ચોક ખાતે જાહેર રસ્તા પર ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગના પોસ્ટર અને મોબાઈલ સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો


લોન પર લીધેલા મકાનના હપ્તા ભરી ન શકતા યુવાનનો આપઘાત
રાજકોટ. શહેરમાં અલગ અલગ સ્થળોએ પાંચ લોકોએ આપઘાત કર્યાના બનાવ બન્યા છે. કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા શક્તિનગરમાં રહેતા અને રિક્ષા ચલાવતા કેતન ડાભી નામના યુવાને તેના ઘરે ફાંસો ખાઇ લીધો હતો.


વિંઝોલમાં ફરવા લઇ જવાનું કહી ૪ બાળકોની હત્યા
અમદાવાદ. શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી


સુરત સહિત રાજ્યમાં આંગડીયા પેઢીની વિવિધ ઓફિસો બંધ
સુરત. ભવાનીવડ ખાતે આવેલી અને સુરત-મુંબઈની મોટી આંગડીયા પેઢીના સંચાલકો દ્વારા ઉઠમણું કરી લીધું હોવાની વાત વહેતી થઈ છે. જેમાં ઉઠમણું કરી લેનારની રાજ્યભરની તમામ ઓફિસો બંધ થતાં રૂ.1000 કરોડનું જોખમ ફસાયું હોવાની વાત પણ ઉદ્યોગ જગતમાં ચર્ચાઈ રહી છે.હીરા ઉદ્યોગમાંથી મળતી માહિતી પ્રમાણે, ભવાનીવડ ખાતે આવેલી આ આંગડીયા પેઢીના સંચાલકો દ્વારા ઉઠમણું કરી લીધું હોવાની વાતે હીરા ઉદ્યોગકારો માટે ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે


સુરતમાં 27 ગ્રામ પંચાયત અને બે નગરપાલિકાનો સમાવેશ
સુરત. રાજ્ય સરકારે 27 ગ્રામ પંચાયત અને બે નગરપાલિકાનો સમાવેશ સુરત મહાનગરપાલિકામાં કર્યો છે. આ નોટિફિકેશનના આધારે સુરત મ્યૂનિસિપલ કમિશનરના આદેશ અનુસાર શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ, ગાંધીનગર દ્વારા બહાર પાડેલા નોટિફેકિશનથી સુરત મહાનગરપાલિકામાં 2 નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતોના કુલ 31 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


સુરતમાં શહેરનું હદ વિસ્તરણ
સુરત. રાજ્ય સરકારે 27 ગ્રામ પંચાયતો અને 2 નગર પાલિકાનો સમાવેશ સુરત મહાનગર પાલિકામાં કર્યો છે. 147 સ્કવેર કિ.મી વિસ્તાર અને 1.76 લાખનું પોપ્યુલેશનનો પાલિકામાં વધારો થશે તેથી પાલિકાનો વિસ્તાર વધીને 410 સ્કવેર કિ.મી જેટલો થશે અને વસ્તી 44 લાખમાં 2011 પ્રમાણે વસ્તી વધારો થઈ ને 46 લાખ સુધી પહોંચી જશે.