મોરારિબાપુએ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા દેશના 20 જવાનોના પરિવારને 1-1 લાખની સહાય જાહેર કરી
ગત દિવસો દરમિયાન લદ્દાખ નજીક ગલવાન સરહદ પર ચીની સૈનિકો સાથેની મુઠભેડમાં ભારતીય સૈન્યના 20 જવાનો શહીદ થયા છે. તેમજ અનેક સૈનિકો ઘાયલ પણ થયા છે.
હનુમાનજીની સાંત્વના રૂપે પૂજ્ય મોરારીબાપુ એ પ્રત્યેક મૃતકો શહીદ સૈનિકના પરિવારજનોને રૂપિયા એક લાખ ની સહાયતા રાશિ મોકલવા જણાવ્યું છે. તેની કુલ રકમ વીસ લાખ થશે. ચિત્રકુટધામ, તલગાજરડા હનુમંત પ્રસાદી રૂપે આ તુલસી પત્ર પ્રત્યેક શહીદ સૈનિકના પરિવારજનોને રામકથાના શ્રોતા દ્વારા તેમના બેંક એકાઉન્ટ દ્વારા પહોંચતી કરવામાં આવશે.