અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ પર આવેલું વિલાયતી પાર્ટી ડ્રગ્સ કસ્ટમ ની ટીમે ઝડપી લીધું હતું. તપાસ દરમિયાન અગાઉ પણ બારેક લાખનું પાર્ટી ડ્રગ્સ કુરીયર મારફતે અમદાવાદ આવ્યું હોવાનું બહાર આવ્યું છે. જોકે પાર્ટી ડ્રગ્સનો વેપલો અમદાવાદમાં કોણ કરી રહ્યું છે અને તેના છેડા ત્યાં સુધી છે તેની તપાસ હાલ કસ્ટમની ટીમે શરૂ કરી છે.
અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસ માં આવેલું એક કુરિયર કસ્ટમના અધિકારીઓ કે સ્ક્રિનિંગ કરીને ચેક કરતા તેમાં કંઈ વિવાદાસ્પદ હોવાનું ધ્યાને આવ્યું હતું. તરત જ અધિકારીઓએ કુરિયર ચેક કરતા તેમાંથી પાર્ટી ડ્રગ્સની ગોળીઓ મળી આવી હતી. આ પાર્ટી ડ્રગ્સ યુવાનો ખાસ કરીને ઉન્માદનો આનંદ મેળવવા માટે લેતા હોવાનું પણ જાણી શકાયું છે. કસ્ટમના અધિકારીઓએ જેના નામ નું કુરિયર આવ્યું હતું. તેને બોલાવી તેની પૂછપરછ કરતાં અગાઉ પણ કુરિયર દ્વારા અમદાવાદમાં પાર્ટી ડ્રગ્સનો જથ્થો આવ્યો હોવાનું બહાર આવ્યું છે