નોવેલ કોરોના વાઇરસ (coVID-19) ના અનુસંધાને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા
તા.૨૨.૦૩.૨૦૨૦ થી તા.૩૦.૦૬.૨૦૨૦ સુધી આયોજિત તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ હતી. તથા મોકૂફ રાખવામાં આવેલ પ્રાથમિક કસોટી/મુખ્ય પરીક્ષાની નવી તારીખો નિર્ધારિત કરી સુધારેલ પરીક્ષા કાર્યક્રમ તા.૨૦ જૂન ૨૦૨૦ ના રોજ આયોગની વેબ સાઇટ પર
પ્રસિધ્ધ કરવામાં આવશે તે મુજબની જાણ ઉમેદવારોને આયોગની તા.૨૯.૦૫.૨૦૨૦ ના રોજની
નોટિસથી કરવામાં આવી હતી.
પરંતુ નોવેલ કોરોના વાઇરસ (COVID19) ના સંક્રમણને હાલની પરિસ્થિતિ, વહીવટી
તંત્રની કોરોના વાયરસની આનુષંગિક કામગીરીમાં વ્યસ્તતા, પૂરતા Social Distancing સાથે પરીક્ષા લઈ શકાય તે માટે પરીક્ષા કેન્દ્રો મળવામાં મુશ્કેલી તથા ઉમેદવારોને પડનાર મુશ્કેલી વગેરે પરિબળો ને ધ્યાનમાં રાખી હાલ આયોગ દ્વારા સુધારેલ પરીક્ષા કાર્યક્રમ પ્રસિધ્ધ કરવામાં આવતા નથી. સુધારેલ પરીક્ષા કાર્યક્રમ માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા
માટે વિનંતી કરવામાં આવે છે.
તા. ૧૯.૦૬.૨૦૨૦
સંયુક્ત સચિવ
ગુજરાત જાહેર સેવા આયોગ