આ 5 નિર્ણય પણ લેવાયા
1. કોરોના ટેસ્ટિંગનો રેટ ફરી નક્કી કરાશે, તે માટે બનાવેલી કમીટિએ આજે રિપોર્ટ આપવો પડશે.
2. સ્કાઉટ ગાઈડ, એનસીસી, એનએસએસ અને બીજા સેલ્ફ હેલ્પ ગ્રૂપમાં મેમ્બર્સને હેલ્થ વોલિયન્ટર્સ બનાવવામાં આવશે.
3. અંતિમ સંસ્કાર માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેથી તેના માટે વધારે રાહ ન જોવી પડે.
4. દિલ્હીની નાની હોસ્પિટલોની મદદ માટે એમ્સમાં હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવશે. આ નંબર્સ પર સીનિયર ડોક્ટર્સ સલાહ આપશે
5. ખાનગી હોસ્પિટલમાં 60 ટકા બેડ કોરોના માટે ફરજીયાત કરાશે