આજના મુખ્ય સમાચારો*
*dete*
0️⃣5️⃣0️⃣4️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*મેયરના બેવડા ધોરણો ખુલ્લા પડ્યા*
*મેયરે બપોરે કહ્યું, રેમડેસિવીરની જરૂર પડે કે અન્ય મુશ્કેલી હોય તો સીધું મને કહેજો*
કોરોનાગ્રસ્ત મેયર હેમાલી બોઘાવાલાએ શનિવારે બપોરે સોશિયલ મીડિયાથી લોકોને માસ્ક પહેરવા અને વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો. સુરત શહેરની ભીષણ પરિસ્થિતિનો ચિતાર આપતા તેમણે કહ્યું હતું કે, તેમણે ઉમેર્યું હતું કે કોરોનાની આ સ્થિતિમાં કોઇપણ મુશ્કેલી પડે કે રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર પડે તો મને સીધું કહેજો જોકે લોકોને કહેલી આ વાત અંગે મીડિયાને કહ્યું કે પ્લીઝ મારો નંબર ન છાપતા આમ મેયરના આ જવાબથી લોકોની મદદ કરવાની માત્ર વાતો જ હોવાના બેવડા ધોરણો ખુલ્લા પડી ગયા હતા
********
*કોરોના વેક્સિન લીધાના 12 કલાકમાં જ વ્યક્તિનું મોત*
રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે સમગ્ર ગુજરાતમાં રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં 58 વર્ષના એક વ્યક્તિએ કોરોનાની રસી લીધાના 12 કલાકમાં જ તેમનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઇ ગેડિયાએ બીજી એપ્રિલના રોજ નોકરીએ જતા પહેલા કોરોનાની રસી લીધી હતી. જ્યાર બાદ તેમનું મોત થયું હતું.
********
*અમદાવાદમાં સવારે વેક્સિન લઈ પતિ નોકરી ગયા, રાત્રે શ્વાસ ન લેવાતા* *પત્નીને કહ્યું, થોડી તકલીફ છે અને 2 મિનિટમાં જ મોત*
********
*સેમ્પલ લીધા વગર જ ટેસ્ટ માટે ટ્યૂબ મોકલાઈ*
ટેસ્ટની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલમાં તબીબો અને લેબ સ્ટાફ 24 કલાક મહેનત કરી સેવા બજાવી રહ્યા છે અને જે લોકો ખરેખર બીમાર છે તેઓને પોતાના રિપોર્ટ માટે લાંબું વેઈટિંગ છે, એવામાં અમુક કર્મચારીઓ કામ કરવાને બદલે સેમ્પલ લીધા વગર જ માત્ર ચોપડે નામ ચડાવી ટ્યૂબ ટેસ્ટિંગ માટે મોકલી રહ્યા છે. હા, આવું પડધરીના ખોડાપીપર ગામે થયું છે જેમાં લોકોના સેમ્પલ લીધા વગર જ 25-25 ટ્યૂબને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવાય છે માત્ર આ આરોગ્ય કેન્દ્ર જ નહિ પણ ધન્વંતરિ રથ અને આરોગ્ય કેન્દ્રો ટાર્ગેટ પૂરો કરવા આવું જ કરાય છે.
*********
*વેક્સિન લીધાના 12 કલાકમાં જ મનસુખભાઇ ગેડિયાનું મોત*
રસી લીધા બાદ પિતાનું મૃત્યુ થતા હવે પુત્ર અને તેની પત્નીએ રસી ન લેવાનું નક્કી કર્યું ઠક્કરબાપાનગરમાં રહેતા 58 વર્ષીય મનસુખભાઇ ગેડિયાએ પત્ની સાથે બપોરે 12 વાગે રસી લીધી હતી અને રાતે મોત થયું રાજ્યમાં કોરોનાના કેસો એકતરફ વધી રહ્યા છે સાથે લોકોને વેક્સિન આપવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. કોરોનાથી બચવા માટે વેક્સિનેશન આપવામાં આવી રહી છે જો કે અમદાવાદમાં 58 વર્ષના વ્યક્તિએ કોરોનાની રસી લીધાના 12 કલાકમાં જ તેમનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેઓએ કોરોનાની રસી લીધા બાદ રાતે ઘરે સુતા હતા અને અચાનક જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને થોડી જ મિનિટોમાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પરિવારના નાના પુત્ર અને તેની પત્નીએ કોરોનાની રસી લેવાનું ટાળ્યું છે.
*********
*લેબ ટેક્નિશિયન રંગેહાથ ઝડપાયા*
દર્દીના સેમ્પલ વગરની ટેસ્ટટ્યૂબને લેબમાં મોકલી નેગેટિવ રિપોર્ટ મેળવી ટાર્ગેટ પૂરા કરવાનું ષડયંત્ર, મેડિકલ ઓફિસરથી લેબ ટેક્નિશિયન રંગેહાથ ઝડપાયા
********
*વેક્સિન લેનાર પાટણના સાંસદ કોરોના સંક્રમિત*
પાટણના સાંસદ ભરતસિંહ ડાભી કોરોનાથી સંક્રમિત થતા તેઓ અમદાવાદ સ્થિત યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. ભરતસિંહ ડાભીએ 10 દિવસ પહેલા જ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો જો કે ભરતસિંહ કોરોનાથી સંક્રમિત થયા છે તેની જાણકારી આપવા માટે તૈયાર કરાયેલી પ્રેસનોટમાં મોટો છબરડો જોવા મળ્યો છે. ભરતસિંહ ડાભીના PA ચિંતન પ્રજાપતિએ તૈયાર કરાવેલી પ્રેસનોટના એક મથાળામાં ભૂલથી કોરોના વેક્સિન સામે સવાલો ઉઠાવવામાં આવતા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પાટણ તેમજ આસપાસના પંથકમાં સોશિયલ મીડિયા પર આ પ્રેસનોટ ભારે વાઇરલ થઇ રહી છે.
********
*રસીની વિશ્વાસનિયતા સામે સંદેહની સ્થિતિ! વેક્સિનના બે ડોઝ લીધા છતા* *ગુજરાત પોલીસના 350 જવાનો થયા સંક્રમિત*
સમગ્ર ગુજરાતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે તે રીતે જ ગુજરાત પોલીસ તંત્રમાં પણ કોરોના વકરી રહ્યો છે. ગુજરાત પોલીસના સવા લાખ કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાયા છે. આમ છતા રાજ્યમાં 350 પોલીસ કર્મચારી અને અધિકારી કોરોનાગ્રસ્ત છે. અમદાવાદ શહેરમાં ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલ સહિત કુલ 30 પોલીસ કર્મચારી કોરોનાના બીજા ગંભીર રાઉન્ડમાં સંક્રમિત થઈ ચૂક્યા છે આમ, વેક્સિનેશન પછી પણ પોલીસ તંત્રમાં કોરોના વકરવા લાગતાં ચિંતા ઘેરી બની છે
*********
*સુરતમાં મોતનો ચોંકાવનારો આંકડો*
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 15,135 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 163 લોકો વેન્ટિલેટર પર છે અને 14,972 લોકો સ્ટેબલ છે. 2,98,737 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4566 લોકોનાં મોત નિપજ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે 14 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 4, અમરેલી અને વડોદરામાં 1-1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.
*********
*કવિ- ગઝલકાર ખલીલ ધનતેજવીની અલવિદા*
જાણીતા કવિ, ગઝલકાર અને સાહિત્યકાર ખલીલ ધનતેજવીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે 86 વર્ષની વયે તેમનું નિધન થયું છે. જોકે, સાહિત્યમાં તેમનું યોગદાન ક્યારેય ભુલાય એવું નથી
********
*સુરતમાં ઔધોગિક એકમોમાં પ્રવેશ માટે રસીનું પ્રમાણપત્ર ફરજિયાત*
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે, કાપડ બજાર, હીર બજાર, મોલ, ઔદ્યોગિક એકમો માટે કડક નિયમ લગાવી દેવામાં આવ્યા છે. ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય તેમને જ કામના સ્થળ પર મળશે પ્રવેશ,વેપારીઓએ વેક્સિન મૂકાવીને ‘રસી લીધી છે’ તેવા બોર્ડ લગાવવા પડશે
*******
*પોલીસે ભાજપના બે કાર્યકરોને ફટકાર્યા, પોલીસ વિરુદ્ધ રાજકારણનો બન્યો મુદ્દો*
કોરોના રસીકરણનો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા પોલીસે ( police ) માર માર્યો હોવાનો આક્ષેપ કરીને દિલીપ સાંધાણીએ, જવાબદાર પોલીસ સામે પગલા ભરવા કરી માંગ
********
*1 હજારનો દંડ વસૂલવા DGPનો આદેશ*
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને લઈને હવે પોલીસ તંત્ર એકશનમાં આવી રહ્યું છે. ગુજરાતના અનેક શહેર અને નગરોમાં લોકો માસ્ક (Mask) પહેરતા ના હોવાનુ સામે આવતા, રાજ્યના પોલીસ વડાએ કડકાઈ દાખવવા આદેશ કર્યો છે.
********
*ઘી કાંટા કોર્ટના બે જ્જ કોરોના પોઝિટીવ*
અમદાવાદ માં કોરોના વાઈરસ ના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં 500થી વધુ કેસ દૈનિક નોંધાઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ અને ગાંધીનગર કોર્ટ બાદ હવે અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોરોના વાઈરસનો પગપેસારો થયો છે.
********
*સુરતની નવી સિવિલની ગંભીર બેદરકારી*
સુરતમાં નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની અદલાબદલી મામલે વહીવટી તંત્રએ ખાનગી એજન્સી પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. તંત્રની ભૂલ બાદ હોસ્પિટલમાં એક બેઠક મળી હતી. જેમાં તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. અંતે હોસ્પિટલ તંત્રએ પણ ભૂલનો સ્વીકાર કર્યો છે. તો વળી કમિટી દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે તે બાદ જવાબદાર સામે પગલા ભરવાના આદેશ આપવામાં આવ્યાં છે.
*********
*પાલનપુરમાં રાકેશ ટિકૈત સામે કાળા વાવટા ફરકાવનારા ભાજપના કાર્યકર* *પર રેલીમાં જોડાયેલા લોકો તૂટી પડ્યા*
રાકેશ ટીકેટનો ગુજરાતમાં પ્રવેશ, અંબાજી પહોંચીને માં અંબાના મંદિરમાં ઝુકાવ્યું શિશ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા ખેડૂત આગેવાને સૌ પ્રથમ અંબાજી મંદિરમાં શિશ ઝુકાવ્યુ છે. રાકેશ ટિકૈત વહેલી સવારે જ ટ્રેન મારફતે આબુ રોડ પહોંચ્યા હતા. અને ત્યાંથી તેઓ રાજસ્થાનની છાપરી બોર્ડર થઈને ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો છાપરી બોર્ડર પર રાકેશ ટિકૈતનું ગુજરાતના ખેડૂત આગેવાનોએ પ્રતિકાત્મક હળ આપીને સ્વાગત કર્યુ હતું
*********
*મોરબી, કાણીયોલ, કોઠાવી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન*
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે અને દિન-પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વિવિધ શહેરો અને ગામડાઓમાં સ્થાનિકો-વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. મોરબીમાં વેપારીઓએ સોમવારથી બપોરે બે વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે હિંમતનગરના કાણીયોલમાં સ્થાનિકોએ સાત દિવસના સ્વયંભૂ આંશિક લોકડાઉનને અમલી બનાવવાનો નિર્ણય લીધો છે.
*********
*આપ’ના ઉપવાસના છઠ્ઠા દિવસે પારણા*
સુરત મહાનગર પાલિકાના બંધ બારણે ચાલતા ભ્રસ્ટ વહીવટના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી અને તેમના સાથી નગર સેવકો સાથે ઉપવાસના છઠ્ઠા દિવસે પારણાં કર્યા હતા. પાર્ટીના સંસ્થાપક, આદરણીય વડીલ પ્રો.કિશોરભાઇ દેસાઇ ઉપરાંત શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તેમજ શહેરની જુદી જુદી સોસાયટીના પ્રમુખોની સમજાવટથી એમના ઉપવાસ છોડ્યા હતા.ઉપવાસ સિવાયના જલદ ઉપાયો અજમાવવાની તૈયારી
*********
*અમરેલી પોલીસ દ્વારા ભાજપના કાર્યકરોને માર મારવાના મામલે* સી.આર.પાટીલે કહ્યું કાયદો કાયદાનું કામ કરશે અને કાર્યવાહી તો થશે
ભાજપના નેતા દિલીપ સંઘાણી દ્વારા આક્ષેપ કર્યા બાદ ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહી થશે તેવી ખાત્રી મળ્યા બાદ મોડી રાતે મામલો થાળે પડ્યો હતો. જ્યારે દિલીપ સંઘાણી હજુ પણ તેમની માંગણી સાથે અડગ છે. કાર્યવાહી નહિ થાય તો ગમે ત્યારે મોરચો માંડી શકે છે. ગઈ રાતે જ સરકાર સામે આ મુદ્દા આવશે તેવી જિલ્લા પોલીસ વડાને ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી
રાતની ઘટના બાબતે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કાર્યવાહી થશે
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અમરેલી પહોંચતા પત્રકારોએ ભાજપના કાર્યકરો સાથે બનેલી ઘટના અંગે સવાલ પૂછતા સી.આર.પાટીલે કહ્યું હતુ કે કાર્યવાહી થશે. સાથે એવું પણ નિવેદન આપ્યુ છે કે કાયદો કાયદાનું કામ કરશે.
*******
*HSRPમાં 20થી 60નો વધારો, ટુવ્હીલરના 160, કારમાં એચએસઆરપી લગાવવાના 460 થયા*
સરકારે જૂના-નવા વાહનોની હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી)માં 20થી 60 સુધીનો ભાવ વધારો કર્યો છે. નવેમ્બર 2012થી HSRPનો અમલ થયો છે. અત્યાર સુધીમાં બે વાર ભાવવધારો કરાયો છે. વધારેલા ભાવનો અમલ પહેલી એપ્રિલથી થયો છે.
*********
*સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, યુવતીઓને 300 રૂપિયામાં* *અનૈતિક કામ માટે મજબૂર કરાતી*
પોલીસસૂત્રો પાસે મળતી માહિતી પ્રમાણે, શહેરના નરોડા વિસ્તારમાં સ્થિત ગેલેક્સી એવેન્યુમાં માહી સ્પા નામની ફર્મમાં સ્પાના નામે જીવનમાં આર્થિક રીતે મજબૂર થયેલી યુવતીઓને લાવવામાં આવતી હતી. સ્પામાં આવનારા ગ્રાહકો પાસેથી મસમોટી રકમ પડાવીને આ યુવતીઓને ગ્રાહકોની મોજ માટે સોંપી દેવામાં આવતી હતી, જેથી પોલીસને માહી સ્પામાં ગેરકાયદે મહિલાઓને રાખીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી.
*********
*મહારાષ્ટ્રમાં લોકડાઉનને લઇ ઉદ્ધવ સરકારનો નિર્ણય*
સમગ્ર દેશમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે પૂરા મહારાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધતા ઉદ્ધવ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ઉદ્ધવ સરકારની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રમાં સોમવારથી નાઇટ કરફ્યુ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ વીકેન્ડ પર લોકડાઉન રહેશે. શુક્રવારના રાત્રિના 8 વાગ્યાથી સોમવારના સવારના 7 વાગ્યા સુધી સખત લોકડાઉન રહેશે. કોરોનાને રોકવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યો છે. જેને આવતી કાલ સાંજના 8 વાગ્યાથી લાગુ કરવામાં આવશે. રાત્રિના 8થી સવારના 7 વાગ્યા સુધી કરફ્યુ રહેશે અને દિવસભર કલમ 144 લાગુ રહેશે, જે અંતર્ગત 5થી વધારે લોકો પણ એકત્ર થઇ શકશે નહીં.
*********
*પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપીને ટોયલેટમાં ફ્લસ કરી દીધો*
તાઈવાનમાં એક પ્રેમિકા સાથે વિશ્વાસઘાત કરવો ભારે પડ્યો હતો. પ્રેમિકાએ પોતાના પ્રેમીનો પ્રાઈવેટ પાર્ટ્સ કાપીને ફેંકી દીધો હતો. એટલુ જ નહીં, રોઈ રોઈને બુરા હાલ થયેલા આ પ્રેમીના પ્રાઈવેટ પાર્ટ્સને ટોયલેટમાં ફ્લસ કરી દીધો હતો. આ મહિલાએ પ્રેમી સાથે આવુ ત્યારે કર્યુ જ્યારે તે ઉંઘમાં ઘસઘસાટ સુઈ રહ્યો હતો. પીડિત પ્રેમીનું નામ હુઆંગ છે. આરોપી મહિલાએ બાદમાં પોલીસ પાસે જઈને પોતાનો ગુનો કબૂલી લીધો હતો જે બાદ તેની ધરપકડ થઈ અને જેલમાં મોકલી દેવામાં આવી
*🙏🙏thaend🙏🙏*