*કોરોના કહેરમાં આગામી વર્ષે 1 મહિનાની ફી માફી સાથે ફીમાં કોઈ વધારો નહિ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૭૫ વર્ષ થી કાર્યરત શિક્ષણ સંસ્થાએ હાલમાં ઉભી થયેલી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરસ્વતી વિધામંડળ, સરસપુર સંચાલિત પ્રાથમિક શાળાઓ (૧) સરસ્વતી કુમાર શાળા નં ૧ (૨) સરસ્વતી કુમાર શાળા નં ૨ તેમજ (૩) શાંતિ કુમાર કોઠારી વિધાલય અસારવા (બાલભારતી શાળા) માં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦/૨૧ ના ફીમાં વધારો કર્યો નથી તેમજ એક મહિનાની 2350 વિદ્યાર્થીઓની અંદાજે 13 લાખ રૂપિયા ફી માફ કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારના વાલીઓને વિનંતી કે ઉપરોક્ત શાળાઓમાં આપના પાલ્યનો પ્રવેશ સવેળા મેળવી લેશો. પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.*
*જ્યોતિન્દ્રભાઈ દવે*
મંત્રી
સરસ્વતી વિદ્યામંડળ
સરસપુર, અમદાવાદ.