ચોમાસુ નજીક આવતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા તદ્દન હંગામી ધોરણે 9 નાયબ મામલતદારોની બદલી સાથે વધારાનો હવાલો સોંપાયો. નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાએ એક મામલતદાર તથા તાલુકાકક્ષાએ એક એમ કુલ 5 મામલતદારોની જગ્યા ભરાઈ

ખાલી પડેલી જગ્યાએ વધારાનો પણ હવાલો સોંપાયો.
ચોમાસુ નજીક આવતાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા તદ્દન હંગામી ધોરણે નર્મદાના 9 નાયબ મામલતદારોની બદલી કરી તેમને વધારાનો હવાલો સોંપાયો. જેમાં નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાએ એક નાયબ મામલતદાર તથા તાલુકાકક્ષાએ દીઠ 1 એમ કુલ 5 મામલતદારની જગ્યા તા.1/5 /20 થી તા. 30/ 11 /20 સુધીના સમયગાળા માટે ભરવામાં આવી છે. એ ઉપરાંત ખાલી પડેલી જગ્યાએ વધારાનો પણ હવાલો સોંપાયો છે.
જેમાં 1. બી.જે. ચાવડા નાયબ મામલતદાર (રા.ચ.પ) કલેક્ટર કચેરી નર્મદાને નાયબ મામલતદાર (ઈ.રી.સે )કલેક્ટર કચેરી નર્મદા નવી જગ્યાએ અપાય છે.2. વી. યુ.વસાવા નાયબ મામલતદાર (મહેસુલ ) મામલતદાર કચેરી નાંદોદ અને નાયબ મામલતદાર (ઇરીસે) મામલતદાર કચેરી નાંદોદની નવી જગ્યાએ અને વધારાનો હવાલો નાયબ મામલતદાર (મહેસુલ )મામલતદાર કચેરી નાંદોદ તરીકે, 3. મેહુલ.જી. વસાવા નાયબ મામલતદાર (મહેસુલ) મામલતદાર કચેરી ગરુડેશ્વર અને નાયબ મામલતદાર (ઇરીસે ) મામલતદાર કચેરી ગરુડેશ્વર નવી જગ્યાએ અને વધારાનો હવાલો નાયબ મામલતદાર (મહેસુલ) મામલતદાર કચેરી ગરુડેશ્વર ખાતે અપાયો છે. 4. અનિલ. એસ. વસાવા નાયબ મામલતદાર (મહેસુલ ) મામલતદાર કચેરી તિલકવાડા માટે નાયબ મામલતદાર( ઈરીસે ) મામલતદાર કચેરી દેડીયાપાડા કચેરી નવી જગ્યાએ 5.પી.એસ ન્હાવી નાયબ મામલતદાર (એટીવીટી )મામલતદાર કચેરી તિલકવાડા અને નાયબ મામલતદાર (ઈરીસે ) મામલતદાર કચેરી તિલકવાડા ની નવી જગ્યાએ, 6. આર.જે.ગજ્જર સર્કલ ઓફિસર સાગબારા મામલતદાર કચેરી સાગબાર અને નાયબ મામલતદાર (ઈરીસે ) મામલતદાર કચેરી સાગબારા નવી જગ્યા એ અને વધારાનો હવાલો સર્કલ ઓફિસર સાગબારા મામલતદાર કચેરી કરવાનું રહેશે. 7 સંજય. આર. વસાવા સર્કલ ઓફિસર મામલતદાર કચેરી ગરુડેશ્વર એ નાયબ મામલતદાર (મહેસુલ)મામલતદાર કચેરી તિલકવાડા એ (અનિલ.એસ.વસાવા) ને બદલતા નવી જગ્યાએ, 8. રાહુલ.એમ.નરોલા નાયબ મામલતદાર(મભોયો ઓડિટર) મામલતદાર કચેરી દેડીયાપાડા એ સર્કલ ઓફિસર મામલતદાર કચેરી ગરુડેશ્વર એ (સંજય.આર. વસાવા) ની બદલતા નવી જગ્યાએ, 9.પી.પી.પરમાર નાયબ મામલતદાર (એનએફએસએ) જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી નર્મદાએ નાયબ મામલતદાર (રાચપ ) કલેક્ટર કચેરી નર્મદા એ(બી.જે.ચાવડા) ને બદલતા નવી નિમણૂક જગ્યાએ નિમણૂક આપવામાં આવી છે.
તિલકવાડા અને દેડિયાપાડાના બે નાયબ મામલતદારોને વધારાના નાયબ મામલતદાર તરીકે ની જવાબદારી સોપાઈ.
જેમાં અનિલ.એસ.વસાવા નાયબ મામલતદાર (મહેસુલ) મામલતદાર કચેરી તિલકવાડા અને નાયબ મામલતદાર (મભોયોઓડિટ )મામલતદાર કચેરી દેડીયાપાડા કચેરી નવી નિમણૂક નવી જગ્યાએ નિમણૂક કરાઇ છે. જ્યારે જી. આર. વસાવા નાયબ મામલતદાર (મહેસુલ) મામલતદાર કચેરી દેડીયાપાડાને નાયબ મામલતદાર ( ઈરીસે ) મામલતદાર કચેરી દેડીયાપાડા એ નવી જગ્યાએ તથા નાયબ મામલતદાર (મહેસુલ ) મામલતદાર કચેરી દેડીયાપાડા એ વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
ડિઝાસ્ટર મામલતદાર સોલંકીને તિલકવાડા મામલતદારના હવાલા માંથી મુક્તિ અપાઈ ઇડસીડન્ટ કમાન્ડર તરીકે પણ કામગીરી સોંપવામાં આવી.
નર્મદા કલેકટર જિલ્લામાં મામલતદાર તિલકવાડા ની ખાલી પડેલી જગ્યાનો વધારાનો હવાલો એમ. એસ.સોલંકી મામલતદાર (ડીઝાસ્ટર )કલેક્ટર કચેરી નર્મદા રાજપીપળા ને સોંપવામાં આવેલ હતો. ચોમાસાના આગામી દિવસોમાં ભારે વરસાદ પૂર તથા સંભવિત વાવાઝોડાની શક્યતાને ધ્યાને લઇ મામલતદાર (ડીઝાસ્ટર )એ હેડક્વાર્ટરમાં હાજર રહેવું જરૂરી હોવાથી આ વધારાની કામગીરી માંથી એમ.એસ.સોલંકી મામલતદાર (ડીજસ્ટાર) કલેકટર કચેરી રાજપીપળા અને મુક્ત કરી તેમને કોવીડ 19 ના રોગચાળાના સંદર્ભ ના ઈડસીન્ડન્ટ કમાન્ડર તરીકે પણ કામગીરી સોંપવામાં આવી છે. આ સંજોગોમાં મામલતદાર તિલકવાડા ની જગ્યા નો વધારાનો હવાલો પી.કે. ડામોર મામલતદાર (ચૂંટણી) ને તેઓની ફરજ ઉપરાંત સંભાળવાના આદેશ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા