કોરોના સામે જંગ જીતનાર બે યોદ્ધાઓ મેડિકલ સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા થી તાળીઓથી સ્વાગત કરાયું.
નર્મદામાં અત્યાર સુધીમાં કુલ 15 દર્દીઓ સાજા થયા આજની તારીખે ત્રણ કેસ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
રાજપીપળા, તા.31
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાંથી કોરોના ના બે પોઝિટિવ દર્દીઓ 10 દિવસમાં સાજા થઇ જતા તેમને આજે રજા અપાઈ હતી. જેમાં દીપકભાઈ બુદ્ધિસર રાવલ ( ઉં. વ. 48 રહે બહુચરાખાંચા માં દરબાર રોડ ) રાજપીપળા અને સાગર સુરેશ વસાવા (ઉ.વ. 10 રહે મયાસી તા. નાંદોદ )ને આજે હોસ્પિટલમાંથી રજા અપાતા કોરોના સામે જંગ જીતનાર 10 વર્ષના બાળક સહિત આ બન્ને યોજનાઓનો મેડિકલ સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા થી તાળીઓથી સ્વાગત કરાયું હતું. આજના બે કેસ સાથે નર્મદામાં અત્યાર સુધીમાં કુલ 15 દર્દીઓ સાજા થયા છે. અને આજની હવે આજની તારીખે ત્રણ કેસ તે પણ ગામના એક જ પરિવારના માતા, પિતા અને પુત્રના પટેલ પરિવાર કોવીદ હોસ્પિટલ માં સારવાર હેઠળ હોવાનું એપેડેમીક ઓફીસર ડો કશ્યપે જણાવ્યું હતું.
આજે રાજપીપળા ખાતે પોઝિટિવ દર્દીને દીપકભાઈ બુદ્ધિસર રાવલ બહુચરાના ખાંચામાં દરબાર રોડ ના નિવાસ્થાને પહોંચતા કોરોનાની લડાઈ જીતી આવનાર બદલ શેરીઓ એ આજે તેમનો પુષ્પાવર્ષા અને તાળીઓથી સ્વાગત કર્યું હતું. એ જ પ્રમાણે મયાસી ગામના 10 વર્ષના બાળકને કોરોના લડાઈ જીતી આવતા તેના માતા, પિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેનો આરતી ઉતારીને ફૂલોથી ગામ લોકોએ પણ ભવ્ય સ્વાગત કર્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા