કોંગ્રેસના ધારાસભ્યની રજૂઆતને જો હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા જો યોગ્ય સમયમાં નહીં કરવામાં આવે તો રાજ્યના તમામ આદિવાસી સંગઠન ગાંધીજીના માર્ગે આંદોલન કરશે.
આદિવાસી મહિલાઓ પર થયેલા અત્યાચાર બાબતે મહિલા આયોગ દ્વારા તપાસની માંગ.
રાજપીપળા, તા. 31
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોકડાઉન દરમિયાન ફેનસિંગ કામગીરીનો સ્થાનિક આદિવાસીઓમાં વિરોધ વધી રહ્યો છે. આદિવાસીઓના વિરોધનો પડઘો રાજ્ય અને કેન્દ્ર કક્ષા સુધી પડ્યો છે. 30 મી મેં ના રોજ ગુજરાત કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોનું પ્રતિનીધી મંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં થઈ રહેલ કામગીરી બાબતે આદિવાસીઓની મુલાકાત માટે જઈ રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસે એમને રોકતા મામલો ગરમાયો હતો.
ગુજરાત કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોએ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. એ પેહલા કોંગ્રેસ ધારાસભ્યોએ નર્મદા કલેકટરને CM રૂપાણી અને રાજયપાલને સંબોધતુ આવેદનપત્ર આપી રજુઆત પણ કરી હતી. તો હવે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આદિવાસીઓ માટે સીએમ રૂપાણીને સંબોધતો એક પત્ર લખ્યો છે.
પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને જણાવ્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્યોની રજુઆતનો જો હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા જો યોગ્ય સમયમાં નહિ કરવામાં આવે તો રાજ્યના તમામ આદિવાસી સંગઠનો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરશે, એ બાદ જે નુકશાની થશે એની સમગ્ર જવાબદારી રાજ્ય કેન્દ્ર સરકારની રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી દરમીયાન આદિવાસીઓ સાથે પોલીસ અત્યાચાર ગુજારે છે, લોકો ઇજાગ્રસ્ત થાય છે.
લોકડાઉનમાં ક્યાં અધિકારીએ આદિવાસી સમાજની મહિલાઓ, વૃધ્ધો અને યુવાનો પર પોલીસને બળ પ્રયોગ કરવાનો આદેશ આપ્યો એની તપાસ થવી જોઈએ, આદિવાસી મહિલાઓ પર થયેલા અત્યાચાર બાબતે મહિલા અયોગ દ્વારા તપાસ થવી જોઈએ.સરકારે ભક્ષક નહિ ઓન રક્ષક બનીને કામગીરી કરવાની છે.
પ્રજાની જમીન બળજબરી પૂર્વક પડાવી લેવામાં આવી રહી છે એ કોઈ પણ સંજોગોમાં નહિ ચલાવાય.જો સરકારે આદિવાસી વિસ્તારમાં જમીન જોઈતી જ હોય તો સરકારે આદિવાસી સમાજના અગ્રણીઓ સાથે પરામર્શ કરી પેસા એકટના કાયદા મુજબ અનુસૂચિત જનજાતિના હિતો માટે બંધારણ મુજબ કાર્યવાહી કરવી જોઈએ.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા