સબસે બુરા હોતા હૈ સપનો કા મર જાના ! આત્મહત્યા કરતા પહેલા ટીવી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ કરી લાગણીશીલ પોસ્ટ.

TV સિરિયલની લોકપ્રિય અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ સોશિયલ મીડિયામાં એક લાગણીસભર પોસ્ટ લખીને કરી આત્મહત્યા કરી લેતાં તેના ચાહકોમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી.

ટીવી કલાકાર પ્રેક્ષા મહેતાએ સોમવારે મોડી રાત્રે ઇંદોરના બજરંગનગરમાં આવેલા પોતાના ઘરે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મુંબઇમાં રહેતી પ્રેક્ષા લોકડાઉનના કારણે ઇંદોર આવી હતી.

ટીવી અભિનેત્રી પ્રેક્ષાએ ક્રાઇમ પેટ્રોલના અનેક એપિસોડ્સમાં કામ કર્યું હતું. પ્રેક્ષાએ અભિજીત વાડકર, સંતોષ રેગે અને નાગેન્દ્રસિંહ રાઠોડના નાટક ‘ડ્રામા ફેક્ટરી’ થી શરૂઆત કરી હતી.આ ઉપરાંત ‘ખોલ દો’ નાટકમાં પ્રથમ વખત મંચ પરફોર્મન્સ કર્યું હતું. પ્રેક્ષાએ અનેક નાટકોમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.