સમય હોય તો જરૂર વાંચજો.

એક બાજુ ફરસાણ અને સ્વીટની મોટી દુકાન , બીજી બાજુ નજીકના મંદિરમાં ભક્તો ની ભીડ હતી..

કાર પાર્ક કરી ..હું મંદિર તરફ આગળ વધતો હતો ત્યાં…
સ્વીટ ની દુકાન બહાર ઉભો રહી એક ભિખારી જેવું લાગતું બાળક કાચ માંથી સ્વીટ જૉઈ રહ્યું હતું . મોઢા ઉપર થી કોઈ સારા ઘર નું બાળક લાગતું હતું…ઘડીક માં ગરમ ઉતરતા ફરસાણ તરફ તો ઘડીક માં સ્વીટ તરફ તેનું ધ્યાન કેન્દ્રિત થતું હતું….

મારા મંદિર તરફ જતા પગલાં ધીરે પડ્યા..અને એ બાળકની આંખો અને મોઢા તરફના ભાવ હું શાંતિથી જોવા લાગ્યો….

ત્યાં દુકાનની અંદરથી શેઠ ભગવાનને અગરબત્તી કરતા કરતા બહાર આવ્યા..અને ન બોલવા ના શબ્દો બોલી પગે થી ધક્કો મારી બાળક ને પછાડી દીધો..અને બોલ્યો સવાર સવાર માં ક્યાંથી હેન્ડયા આવે છે..ખબર નથી પડતી…

બાળક માટે આ નવું ન હતું..
કારણ કે ગરીબી એટલે લોકોની ગાળો ખાવાની ,લોકોની લાતો ખાવાની .એ તેના માટે રોજ નું હતું….એ બાળક તો ઉભો થઇ મંદિર તરફ જાણે કંઈ બન્યું ન હોય તેમ આગળ વધ્યો…
પણ મારા પગ એ દુકાન પાસે અટકી ગયા….આખી દુકાન વિવિધ મીઠાઈઓ અને માવાથી ભરેલ હતી….પણ માનવતા રૂપી દિલ આ શેઠનું ખાલી હતું….

હું સ્વસ્થ થઈ આગળ વધ્યો..એ બાળક મંદિર પાસે ઉભો
રહી બહારથી ભગવાનના દર્શન કરતો હતો મને અંદર થી
ખાતરી થતી ગઈ ચોક્કસ આ બાળક કોઈ સારા પરિવાર નું લાગે છે…

આજે રજાના દિવસે ખાસ મંદિરે આવવાનું મારૂ કારણ અમારી કંપની માં બે વર્ષ થી ઇન્ક્રિમેન્ટ થયું ન હતું….
અચાનક ઇન્ક્રિમેન્ટ થવાની ખુશીમા એ ઇન્ક્રિમેન્ટની રકમ હું ભગવાનના મંદિર એ મુકવા આવ્યો હતો…

મેં એ રકમ પોકેટ માંથી હાથ માં લીધી અને ભગવાન ને કીધુ…પ્રભુ આ રકમની તારા કરતા બહાર બેઠેલ બાળક ને મારી દ્રષ્ટિએ વધારે જરૂર છે…મને ખબર છે..તને વાંધો નહિ હોય…
આટલું બોલી….ભગવાન ને કીધુ ભગવાન તું આ ગરીબ અને લાચાર બાળકના પેટ ઉપર લાત મારનાર દુકાનદાર ને સજા કરીશ કે નહીં ?…મને ખબર હતી કે આ મુરલીધર બોલે છે ઓછું, પણ જુએ છે વધારે તેની કામ કરવાની પદ્ધતિ બધા દેવો કરતા અલગ પ્રકારની છે .તે યોગ્ય સમયે જ ઘા કરે છે..

હું બહાર નીકળ્યો…આજે નિર્ણય કર્યો હતો…આ બાળક પાછળ જેટલો સમય નીકળે તેટલો કાઢવો છે…. હું એ બાળકની નજીક ગયો અને પૂછ્યું….ભૂખ લાગી છે..?

થોડા સંકોચ સાથે બોલ્યો હા સાહેબ…
મેં કીધું એક કામ કર…મારી.કારમાં બેસી જા…તેના માટે
તો આશ્ચર્ય હતું…એ થોડી બીક અને થોડા આનંદ સાથે મારી સાથે બેઠો…
મેં કાર ને હૈરકટિંગ સલૂન પાસે ઉભી રાખી…એ બાળકને અંદર લઈ ગયો…વાળ કપાવી ને બહાર આવ્યો…સામે બાળકોના કપડાંની દુકાન હતી.ત્યાંથી તેના કપડાં લીધા..
બાજુમાંથી બુટ મોજા પણ લીધા…..પ્રોવિઝન સ્ટોર માંથી સાબુ અને શેમ્પુ લીધું…પછી મેં કીધું…બેટા…તું રોજ કયાં ન્હાવા નું રાખે છે ,?
એ બાળક તે જગ્યાએ મને લઇ ગયો….એ નાહીંધોઈ નવા કપડાં અને બુટ પહેરી મારી સામે ઉભો રહ્યો….ત્યારે મને આનંદ થયો.. અને મને ખાતરી પણ થઈ આ કોઈ ખાનદાન પરિવારનું બાળક છે…ચોક્કસ…આ બાળક ..બાળકો ઉપાડી જતી ગેગ નું શિકાર બન્યું લાગે છે.

મેં કીધું બેટા તારું નામ તો.કીધુ નહીં….એ બોલ્યો…શ્યામ…

વાહ..સુંદર નામ છે…પછી અમે કારમા એજ દુકાને ગયા જ્યાં એ કાચમાંથી સ્વીટ જોતો હતો….
અમે અંદર ગયા…. એ બાળકને મેં કીધુ..બેટા આ દુકાનમાંથી તને ભાવતી કોઈ પણ વસ્તુ પેટ ભરી ને ખાઈ લે …એ બાળક મારી સામે જોતો જાય અને આનંદ થી ખાતો જતો હતો..જાણે ભગવાન અન્નકૂટ ખાતા હોય.
ખરેખર તો ભગવાન તો ખાતો જ નથી હોતો પણ તેના નામે ભોગી લોકો પ્રસાદના નામે બધું ખાય જાય છે…

છેલ્લે જયારે બિલ ચૂકવવા નું આવ્યું..ત્યારે મેં દુકાનના શેઠ ને કીધુ..આ એજ બાળક છે..જેને સવારે તમે લાત મારી હતી….ધ્યાન થી જોઈ લ્યો..આ માસુમ બાળકનો ચેહરો… તમારી લાતનો જવાબ આપવાની તાકાત આ બાળક મા ન હતી..પણ આ તાકાત ઈશ્વરની પાસે જરૂર છે. આજ નહીંતો કાલ આ લાત નો જવાબ તમને ઈશ્વર આપશે…સાહેબ તમે ખોટી જગ્યા એ લાત મારી છે.

કોઈ ને મદદ કરવી કે ન કરવી એ તમારી અંગત વાત છે…
પણ તેને અપમાનિત કરવાનો અધિકાર ભગવાને કોઈ ને નથી આપ્યો.

એક વાત યાદ રાખજો..ભગવાન જેનો હાથ પકડે છે…તેને ઉભા થતા વાર નથી લાગતી… અને જેને તે લાત મારે છે, તેને દુનિયા ની કોઈ તાકાત ઉભું નથી કરી શકતું.

મેં કીધું બેટા પિક્ચર જોવું છે…?
એ બોલ્યો..હા અંકલ..પણ સાંજ સુધીમા મારે 200
રૂપિયા ઘરે આપવા પડે નહિતર સાંજે જમવાનું નહીં આપે અને માર પડશે એટલે પિક્ચર મારે નથી જોવું..

મેં કીધું..બેટા ઘરે કોણ મારે છે…મમ્મી પપ્પા…

ના અંકલ…કહી રડતા રડતા એ વિચારમાં ખોવાઈ ગયો…

મેં કીધું તું ચિંતા ન કર…હું તારી સાથે છું…

અમે ત્યાંથી નીકળી સીધા પોલીસ સ્ટેશને ગયા.મેં ત્યાંના PI ને બધી વાત કરી થોડી મદદ કરવા વિનંતી કરી.
ભગવાન જયારે હાથ પકડે ત્યારે દરેક રસ્તા સાફ અને સરળ બનતા જાય…તમારા સંપર્કમાં આવતી વ્યક્તિઓ પણ સરળ અને માયાળુ બનતી જાય છે.

બાળકનો અંગુઠો જેવો પોલીસ ઇન્સ્પેક્ટરે કોમ્યુટર પાસે પડેલ મશીન ઉપર મુક્યો એ સાથે બાળકના આધાર કાર્ડ નંબર સાથેની માહિતી ખુલી ગઇ…. હું આનંદમા આવી ગયો..એ માહિતીના આધારે અમે તેના માઁ બાપ સુધી પહોંચી ગયા….

એક બાળકને તેના માઁ બાપ મળ્યા ..માઁ બાપ ને ખોવાયેલ સંતાન મળ્યું… દરેક ના ચહેરા ઉપર આનંદ અલગ અલગ પ્રકારનો હતો તેમના માઁ બાપ બે હાથ જોડી મને અને પોલીસ ઇન્સ્પેક્ટરને પગે લાગી ખૂબ આભાર માન્યો.

શ્યામ પણ દોડી ને મને ભેટી પડ્યો અંકલ….હવે તમે કયારે ઘરે પાછા આવશો….મેં કીધું શ્યામ બોલાવે ત્યારે… એ
બોલ્યો….પિક્ચર તો બતાવવાનું બાકી રહી ગયું અંકલ ?

બેટા તારી કહાની એક પિક્ચર જેવી જ છે…મે કીધુ..

રસ્તામા મેં પોલીસ ઇન્સ્પ્ક્ટર ને કીધુ….સાહેબ…મંદિરે મુકવા આવ્યો હતો મારી ઇન્ક્રિમેન્ટની રકમ , પણ પ્રભુ એ રૂપિયા કોઈ સારા કામ માટે વાપરવા તરફ ઈશારો કર્યો..આ પુણ્યના કામના આપ પણ ભાગીદાર છો…

આજે સવારે છાપામાં જયારે મેં વાંચ્યું..લોકડાઉન ને કારણે એજ સ્વીટ ની દુકાન જ્યાં માસુમ બાળક ના પેટ ઉપર લાત મારવામાં આવી હતી. એ દુકાનમાંથી લાંબા ગાળાના લોકડાઉન ને કારણે વાસ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશને લાખો રૂપિયાની સ્વીટ ટ્રેકટર માં ભરી નિકાલ કર્યો અને એ દુકાન ને સિલ કરી…

*મેં ભગવાન સામે જોઈ કહ્યું તારા દરબાર માં દેર હશે પણ અંધેર નથી…સજા કરવા ની તારી અદા પણ અનોખી છે. ..પ્રભુ લાકડી પણ તારી..સમય અને સ્થળ પણ તારૂ ..વાહ..છતાં પણ લાકડી નો અવાજ નહીં…વાહ. મુરલીધર વાહ….*

*🎪 જય શ્રી કૃષ્ણ 🎪*