રાજપીપળામાં કોરોના ના કેસો આંકડો 400 પાર કરી જતા રોકેટગતિએ વધતા જતા કોરોના સંક્રમણ ની સ્થિતિ જોતા આરોગ્ય વિભાગને પથારીની સુવિધા વધારવાની ફરજ પડી.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ ૩૦૦ સુધીની અને કોવિડ કેર સેન્ટરમાં ૧૦૦૦ સુધીની દરદીઓ માટેની પથારીની સુવિધા ક્ષમતા વધારાશે.
નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ હૈદરે રાજપીપળા અને કેવડિયા કોલોની ખાતે યોજેલી સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં નિર્ણય લીધો.
રાજપીપલા,તા.4
રાજપીપળામાં કોરોનાના કેસો આંકડો 400 પાર કરી જતા રોકેટગતિએ વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતિ જોતા આરોગ્ય વિભાગને પથારીની સુવિધા વધારવાની ફરજ પડી છે, જેને ધ્યાને લઈને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ ૩૦૦ સુધીની અને કોવિડ કેર સેન્ટરમાં ૧૦૦૦ સુધીની દરદીઓ માટેની પથારીની સુવિધા ક્ષમતા વધારવાનો નિર્ણય લેવાયો છે.નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ હૈદરે રાજપીપળા અને કેવડિયા કોલોની ખાતે યોજેલી સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં નિર્ણય લીધો છે.
ગુજરાત માર્ગ પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે.હૈદરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલા કલેકટરાલય ખાતે કોવીડ -19 મહામારીને અનુલક્ષીને કોરોના વાયરસના સંક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સહિત જિલ્લા આરોગ્યતંત્રના અમલીકરણ અધિકારીઓ સાથે તેમજ કેવડીયા કોલોની સર્કિટ હાઉસ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા નિગમ,આરોગ્ય વિભાગ, વન વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે અલાયદી બેઠકો યોજીને જિલ્લામાં કોરોના અંગેની સમીક્ષા કરીને વિસ્તૃત જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયુ હતુ .
રાજપીપલા કલેકટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકને સંબોધતાં જિલ્લા પ્રભારી સચિવહૈદરે જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ દરદીઓની સંખ્યાને અનુલક્ષીને રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં હાલની ૧૭૦ ની પથારીની સુવિધા ક્ષમતા જરૂરિયાત મુજબ ૩૦૦ સુધી વધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં પણ હાલની ૨૦૦ પથારીની સુવિધા ક્ષમતા જરૂરિયાત મુજબ વધારીને ૧૦૦૦ પથારી સુધી સુવિધા ક્ષમતા ઉપલબ્ધ થાય તે જોવા પણ તેમણે ખાસ ભાર મુકયો હતો.
તેમજ કોવિડ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ પ્રથમ તબક્કામાં ૩૦ પથારી તેમજ બીજા અને ત્રીજા તબક્કામાં ૫૦-૫૦ પથારીની સુવિધા ક્ષમતા વધારીને કુલ-૩૦૦ સુધીની પથારીની સુવિધા ક્ષમતા વધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં જરૂરિયાત મુજબ પ્રથમ તબક્કામાં વધુ ૩૦૦ પથારી અને બીજા તબક્કામાં વધુ ૫૦૦ પથારીની સુવિધા સાથે કુલ-૧૦૦૦ પથારીની સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન હાથ ધરીને તે દિશાની કામગીરી આરંભી દેવામાં આવી છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા