*આત્મનિર્ભરતા સેલ્ફી કોમ્પિટિશન* *એક સેલ્ફી આત્મનિર્ભરતા માટે..* *એક સેલ્ફી સ્વદેશી પણા માટે…*

કોરોના પછી ની હવે ની લડાઈ..
સ્વદેશી પણાં માટે ની રહેશે,
આત્મનિર્ભરતા માટે ની હશે.

દેશનો પ્રત્યેક નાગરિક એવી પ્રતિજ્ઞા લે કે દેશમાં બનતી પ્રોડક્ટ તે પહેલાં વાપરે, દેશમાં ન બનતી હોય એવી ચીજો જ વિદેશની વાપરે.

આપણી રોજિંદી જરૂરિયાત ની ચીજ વસ્તુ ઓ પૈકી ભારતમાં લગભગ ૮૦ ટકા ચીજો બને છે. જો દરેક નાગરિક આમ વિચારશે તો તેને પોતાને તો ફાયદો થશે, સાથે દેશને પણ અનેકગણો ફાયદો થશે. દેશમાં જે નથી બનતી એવી વિદેશી ચીજ ભલે વાપરો.

છેલ્લાં કેટલાંક વરસથી ગ્લોબલાઇઝેશનને કારણે આપણા દેશની ઘણીબધી નાની ઇન્ડસ્ટ્રી બંધ થવા માંડી છે અને હવે તો મોટી ઇન્ડસ્ટ્રીઓને પણ તકલીફ પડવા લાગી છે. ચાઇના જેવા દેશો લૉસ કરીને પણ સસ્તી ચીજો આપણી માર્કેટમાં ઠાલવીને પોતાનું માર્કેટ મજબૂત કરી લે છે. રોડ પર તેઓ ચીજ-વસ્તુઓ વેચતા હોવાથી તેમને એ પાલવે.

આજે આપણે શાકના વઘારથી લઈને મસાલા, સાબુ, તેલ જેવી દરેક ચીજો વિદેશી વાપરવા લાગ્યા છીએ. દેશના લોકો ૮૦ ટકા ચીજો વિદેશી વાપરે છે, કારણ કે તેઓ જાહેરાતો જબરદસ્ત કરે છે અને આપણી માર્કેટમાં એની ઈઝી અવેલિબિલિટી છે. દેશને થતા નુકસાન માટે આપણા મગજમાં કાંઈ બેસે એ પહેલાં દેશને નુકસાન થઈ ગયું હોય છે.
આથી સ્વદેશી ઉત્પાદનો ને પ્રોત્સાહન આપવા આ અભિયાન શરૂ કરાયું છે અને
આથી અમે લઇ આવ્યા છીએ એક એવું પ્લેટફોર્મ
જેના ઉપર આપ સ્વદેશી પ્રોડક્ટ *મેળવી શકશો*
જેના ઉપર આપ સ્વદેશી પ્રોડક્ટ *વેચી શકશો.*
આથી જ આપણી સ્વદેશી પ્રોડક્ટ ને ઉત્તેજન આપવા અમે લઇ આવ્યા છીએ *એક હરિફાઈ..*

*આત્મનિર્ભરતા ની સેલ્ફી*
આ માટે આપે આ સાથે આપેલ સ્વદેશી ના facebook પેજ ઉપર કોઈ પણ સ્વદેશી ચીજ વસ્તુ સાથે ની આપની એક સેલ્ફી પોસ્ટ કરવા ની રહેશે.
નિયમો:
૧. આત્મનિર્ભરતા ની સેલ્ફી સ્પર્ધા ની છેલ્લી *તારીખ ૩૧/૦૫/૨૦૨૦* રહેશે.
૨. સેલ્ફી સ્પર્ધા માં રજુ કરેલ સેલ્ફી ઓરીજીનલ હોવી જોઈશે. (એડિટ કરેલી નહી ચાલે)
૩. સ્પર્ધા માટે સેલ્ફી માં દર્શાવેલ ચીજ વસ્તુ સંપૂર્ણ સ્વદેશી હોવી જોઈશે.
૪. સ્પર્ધા માં રજુ કરેલ સેલ્ફી માં માટલા થી લઇ દેશી કેરી સુધી ની તમામ ચીજ વસ્તુ ઓ લઇ શકાશે.
૫. સ્પર્ધા ના અંતે કુલ ૦૫ વિજેતા ઓ ને ઈનામ તથા પ્રમાણપત્ર થી પ્રોત્સાહિત કરવામાં આવશે.
૬. સ્પર્ધા ના નિર્ણય અંગે નિર્ણાયક શ્રી નો ફેંસલો અંતિમ ગણાશે.
૭. નિર્ણાયક પેનલ માં જાણીતા ફોટોગ્રાફર *શ્રી બ્રેનલ ખત્રી* તથા જાણીતા ઇવેન્ટ ક્યુરેટર *શ્રી રીમા શાહ* નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પોસ્ટ ને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી.
આપના,
*તૃપ્તિબા રાઓલ*
*પૂર્વી જાડાવાલા*

*એક સેલ્ફી આત્મનિર્ભરતા માટે..*
*એક સેલ્ફી સ્વદેશી પણા માટે…*