કલાઇઇઇ…કરા લો….કલાઇઇઇ…પચાસ પંચોતેર વરસ પહેલાં.

કલાઇગરો મહોલ્લામાં બૂમો પાડતા આવે અને ત્યારે પીત્તળના વાસણો પર ટીનનો ઢોળ ચડાવવાના આવતો. તાંબા પીત્તલના વાસણોમાં ખોરાક રાંધવાના આવતો હોવાથી એવા વાસણો પર ટીન (કલાઇ) નું આછું પડ ચઢાવવુ જરુરી હતું.

આ કલાઈનું કામ કરનાર ‘કલાઇગર’ કહેવાતા.
કલાઇ કરવાનું કામ સરળ નથી. તેને માટે ખાસ આવડત જરૂરી હોય છે. ખાસ કરીને મુસ્લિમ ભાઇઓ આ કામ કરતા.
કલાઇ કરવા પહેલા વાસણને સાફ કરવામાં આવે. વાસણમાં ગોબા હોય તો દુર કરવામાં આવે. પછી એલ્યુમિનિયમ ક્લોરાઇડનુ પડ ચઢાવવામા આવે. વાસણને અગ્નિ પર મુકી ગરમ કરવામાં આવે. વાસણ લગભગ ૧૨૦ ડીગ્રી તાપમાંન જેટલું ગરમ થાય ત્યારે કલાઈની પટ્ટી વાસણની અંદરના ભાગે ઘસવાની પીગળવા માંડે જેને સુતરની આટીથી સપાટી પર ઘસવાની કલાઈનું પડ સપાટી પર જામી જાય.એક વખત જામી ગયેલી કલાઇ લાંબા સમય સુધી ચોટી રહે છે.

ઘરના નાના વાસણો માંડી લગ્ન પર્સંગે વપરાતી મોટી હાંડીઓને પણ કલાઇ કરવામાં આવતી.
હવે એ વાસણને જમાનો ગયો અને કલાઇગરો પણ હવે ભાગ્યે જ જેવા મળે છે.
કેટલીક રસોઈ હજી પરંપરાગત રીતે રંધાતી હોવાથી હજી પણ આ પ્રથા ક્યાંક ચાલુ છે.