આજે જાગતાંવેંત વોટ્સએપમાં એક છાપાંનું કટિંગની ઇમેજ આવી, જેમાં લખ્યું હતું કે *સ્વદેશી* ધમણ-1 (વેન્ટિલેટર) ફેલ, પછી અંદર વાંચતા જણાયું કે ધમણ માત્ર નોર્મલ શ્વાસના દર્દીઓને કામમાં આવે એવું છે, કોરોના માટે નહીં.
સંશોધનો છે, નિષ્ફળ જાય ચાલો માની લઈએ, પણ મને વાંધો છે સૌ પહેલા વપરાયેલા શબ્દ *સ્વદેશી* સામે, વાચકો ધ્યાનથી વાંચજો કેમ કે આ શબ્દ હવે જ્યારે જ્યારે પણ કોઈ ભારતીય પ્રોડક્ટ કે ભારતીય સંશોધન નિષ્ફળ જશે ત્યારે વપરાશે. કેમ કે વિદેશી કંપનીઓ આના માટે આપણાં દેશમાં જ રહેલાં વિદેશી મિડિયા હાઉસ, છાપાઓ, વેબસાઈટસમાં રહેલા એમના પાલતું પત્રકારો અને લેખકોની કલમ ભાડે લઈ, આવું લખાવશે. અને આ લખાણનું આંધળું અનુકરણ નિચેના લેવલે મફતમાં થશે, કેમ કે નીચેના લેવલે આ વેચાવ લોકોને આદર્શ માનવામાં આવે છે.
એક ભારતીય નિષ્ફળ પ્રોડક્ટ કે સંશોધન આગળ *સ્વદેશી* શબ્દ લગાવીને તમારા મગજમાં બાકીની 99 પ્રોડક્ટ પ્રત્યે ભ્રમ ઉભો કરવામાં આવશે, જેમ વર્ષો પહેલા આપણે લોકો દાંત પર મીઠું, લિમડાનું દાતણ ઘસતાં તો આપણને જાહેરાતોમાં *ગમાર* કહીને ટૂથપેસ્ટ ઘસવા સમજાવતી કંપની, અત્યારે “શું તમારી ટૂથપેસ્ટમાં મીઠું છે???” કહી ને વેચે છે.
મિત્રો, આ આખી રમત ત્યારથી ફરી શરૂ થઈ છે,જ્યારથી આપણા પ્રધાનમંત્રીશ્રીએ દેશવાસીઓને સંબોધનમાં *આત્મનિર્ભર ભારત* અને *vocal fot local* એ બે શબ્દોનો ઉપયોગ કર્યો, આ વખતે આ રમત વધુ ખતરનાક બનશે કેમ કે સોશિયલ મીડિયાને લીધે સામાન્ય લોકો પણ અજાણતા આમાં જોડાશે,
આત્મનિર્ભર ભારત એ કંઈ રાતોરાત થતી પ્રક્રિયા નથી, પણ એના ઉપર જૉક એ જ રાતથી બનવા મંડ્યા, જ્યારથી PM બોલ્યા, સ્વદેશી વસ્તુઓ વિશે પણ આવું જ થશે.
દેશની એક પ્રોડક્ટ ફેલ જશે તો આખી *આત્મનિર્ભર ભારત* મુહિમ ફેલ બતાવવામાં આવશે, કેમ કે આ શબ્દ એક એવા વ્યક્તિએ આપ્યો છે જેનું નામ છે નરેન્દ્રભાઈ મોદી. જેમ *ટાટા નેનો* માર્કેટમાં ન ચાલી અને આખી ટાટા કંપની ફેલ ગઈ હોય એવું માર્કેટિંગ હજી એ થાય છે, એમ જ પણ કોઈ એ વિચારતું નથી કે ટાટા ગુજરાતમાં આવ્યા પછી જ ગુજરાતમા મારુતિ, પીજોત, ફોર્ડ, જેવી મોટર કંપનીઓ આવી છે, એ પહેલાં ગુજરાતમાં કાર ઉત્પાદન નહોતું થતું, પણ આવું કોઈ નહિ લખે કે નહીં છાપે કેમ કે એમનામાં છુપાયો છે *મોદી દ્વેષ*.
આવા વખતે આપણે જાગતું રહેવાનું છે, જ્યારે પણ કોઈ એક સ્વદેશી વસ્તુ કે સંશોધન ફેલ થાય તો એને આખા દેશની નિષ્ફળતા માની લેવાની જરૂર નથી. જેમ કે ઇસરોનું *ચંદ્રયાન* મિશન નિષ્ફળ જાય તો આપણે ઇસરોને નિષ્ફળ નથી માનતા ને એમ જ. કેમ કે, વિદેશી બધી વસ્તુઓ અને સંશોધનો પણ કંઈ સો એ સો ટકા સાચા અને સારા નથી હોતા.
એટલે મારી આપ સૌ સુજ્ઞ વાચકોને નમ્ર અપીલ છે કે જાણ્યે અજાણ્યે પણ *સ્વદેશી* અને *આત્મનિર્ભર ભારત* શબ્દને હળવા અને હલકા ન બનવા દઈએ એટલું ધ્યાન રાખીએ તો દેશને *આત્મનિર્ભર* બનાવવામાં જેટલું યોગદાન પેલા સંશોધનો કરનાર અને સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન કરનારનું ગણાશે એટલું જ યોગદાન આપણું પણ ગણાશે.
જય હિન્દ,