મીડિયામાં કામ કરતા હોઈએ એટલે સાવચેતી તો રાખતાં જ હોઇએ. જયેશ પારકરના કહેવા પ્રમાણે – એને ઘણા દિવસો પહેલાથી જ સાવચેતી રાખી હતી. પોતાને જોબને કારણે ઘરથી બહાર તો જવું જ પડશે.એટલે પોતાના લીધે કોઈને તકલીફ ન થાય. પોતાની સોસાયટીમાં પોતાના ઘરની ઉપર એક ફ્લેટ ખાલી હતો, તેમાં પોતાના કપડાં લઈને અલગ રહેવા પહેલેથી જતા રહ્યા હતા. જેના લીધે સોસાયટીના લોકોને કે ઘરના લોકોને કોઈ તકલીફ ન થાય. જોબ પરથી આવ્યા બાદ મમ્મી પપ્પા એમને ટિફિન એમની રૂમમાં પહોંચાડતા હતા.
જે પ્રાઇવેટ ચેનલની અંદર કામ કરે છે, ત્યાં પણ તે લિફ્ટનો ઉપયોગ નહતા કરતા. બને ત્યાં સુધી કોઈ વસ્તુને એકબીજાને અડકેલા હોય, ત્યાં અડતા ન હતા. છતાં પણ આટલી સાવચેતી બાદ પણ એમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. પણ આ પરિસ્થિતિ તેમણે પહેલેથી જ ખબર હતી, કે ક્યારેક આ મહામારીનો સામનો કરવો તો પડશે જ. બિલકુલ હિંમત હાર્યા વિના તેમણે જાતે જ એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી. ઓફિસમાં સર ને જાણ કરી. ઘરે અને સોસાયટીના ચેરમેનને પણ જાણ કરી. અને પોતે હોસ્પિટલમાં એડમિટ થવા માટે ગયા. જયેશ પારકરના કહેવા પ્રમાણે જો તમારી હ્યુમીનીટી કમજોર પડે અને આત્મવિશ્વાસ કમજોર પડે, તો આ જંગમાં થી બહાર ન આવી શકો. એટલે સૌ પ્રથમ તો પોતે જ હિમ્મત રાખવાની.
હોસ્પિટલની અંદર એડમિટ થયા બાદ જે સારવાર અપાય છે. એમા શરદી, તાવ,અને કફની દવા આપવામાં આવે છે. સાથે સાથે દર કલાકે ગરમ પીણું, લાઈટ નાસ્તો અને ભોજન આપવામાં આવે છે.જેનાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
કોરોના વાયરસ એટલે તમારી શ્વાસનળી ને બ્લોક કરી દે, શ્વાસ લેવામાં તમને તકલીફ પડી શકે છે.માટે
ઠંડા પીણા તો બિલ્કુલ ન પીવા ઠંડી વસ્તુઓ ન ખાવી.વાસી ખોરાક ન ખાવો. જેનાથી તમને શરદી,ખાંસી,કફ કે તાવ ન આવે,બસ. આ સાવચેતીથી આપણે પોતે જ રાખવાની છે.
હોસ્પિટલની અંદર દવાની તો આપે જ છે, સાથે રોજ સવારે,૬ વાગ્યે બ્લેક ટી પીવા માટે આપે છે.
૭ વાગ્યે ગરમ નાસ્તામાં પૌઆ અથવા તો ઉપમા આપવામાં આવે છે.
૮ વાગ્યે ગરમ મગનું પાણી આપવામાં આવે છે.
૯ વાગ્યે ગરમ દૂધ આપવામાં આવે છે.
૧૦ વાગ્યે ગરમ ચા અથવા તો કોફી આપવામાં આવે છે.
૧૧ વાગ્યે ગરમ પાણી અથવા તો કંઈ પણ ગરમ પીણું આપવામાં આવે છે.
૧૨ વાગ્યે ગરમાગરમ લંચ આપવામાં આવે છે.
ત્યારબાદ દર્દીને દવા પી ને આરામ કરવાનો હોય છે.
૪ વાગ્યે ગરમાગરમ ચા અથવા તો કોફી આપવામાં આવે છે.
૫ વાગ્યે કોઈપણ ફ્રુટઆપવામાં આવે છે.
૬ વાગે ગરમ લીંબુનું પાણી અથવા તો ઉકાળો આપવામાં આવે છે.
૭ વાગે સુપ આપવામાં આવે છે.
૮ વાગ્યે ફરીથી લીંબુપાણી અથવા તો કંઈ પણ ગરમ પીણું આપવામાં આવે છે.
૯ વાગ્યે ડિનર આપવામાં આવે છે.
દસથી બાર વાગ્યાના ગાળામાં ફરીથી બે વખત ચા અથવા તો કોફી અથવા તો કંઈ પણ ગરમ પીણું આપવામાં આવે છે.
આજની આ મહામારીના સમયમાં જો આપણે પોતે જ આપણી લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરીને અમુક આ પ્રકારનાં નિયમોનું પાલન કરીએ, જેમ કે બહાર નીકળતા ચહેરા ઉપર માસ્ક અને હાથના ગ્લોઝ ચોક્કસ પહેરવાના રાખીએ.
સવારે યોગા, પ્રાણાયમ અથવા તો થોડી હળવી કસરત કરવાનું રાખીએ. અને ખાવાપીવાની જે આપણી આદતો છે એમાં થોડો ચેન્જ લાવીએ. ગરમ પીણાનો ઉપયોગ વધુ કરીએ તો ચોક્કસથી આપણે આ બીમારીથી દૂર રહી શકીએ છે.
જયેશ પારકરે હોસ્પિટલની અંદર પણ ખૂબ સુંદર રીતે ડ્યુટી નિભાવી હતી. ડોક્ટરોની સાથે રહીને જે હિંમત હારેલા દર્દીઓ છે, તે લોકોને કાઉન્સેલીંગ પણ કર્યું અને તેમણે એવા દર્દીઓને હિંમત પણ આપી, કે તમારે આ જંગ જીતવાનો જ છે.
જયેશ પારકર જે રીતે આ કોરોનાની લડતને માત આપી છે, તેજ ગુજરાતી ન્યુઝ ટીમ તરફથી તેમને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન. હંમેશા તંદુરસ્ત રહો, અને ખુશ રહો.
ધન લક્ષ્મી ત્રિવેદી.