ગરૂડેશ્વર તાલુકાના બખ્ખર ગામે થી સગીર કન્યાનું અપહરણ.

ગરૂડેશ્વર તાલુકાના બખ્ખર ગામે થી સગીર કન્યાનું અપહરણ.
લગ્ન કરવાની લાલચ આપી, પટાવી, ફોસલાવીને અપહરણ કરતાં પોલીસ ફરિયાદ.
રાજપીપળા,તા.2
ગરૂડેશ્વર તાલુકાના બખ્ખર ગામે થી સગીર કન્યાનું અપહરણ કરાયું છે.લગ્ન કરવાની લાલચ આપી,પટાવી,ફોસલાવીને અપહરણ કરતાં વળી આરોપી સામે ગરૂડેશ્વર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરૂડેશ્વર તાલુકાના બખરલા ગામે થી 15 વર્ષની સગીર કન્યાને ભગાડી લઇ જઇ ગુણો કરતાં ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીએ માતાએ આરોપી દિલીપભાઈ વિનોદભાઈ ભીલ (રહે,બખ્ખર ગામ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ બખ્ખર ગામે તા.29/ 4 /20ના રાત્રીના આશરે નવેક વાગ્યાના સુમારે ફરિયાદીના ઘરે થી સગીર વયની દીકરી આરોપી દિલીપભાઈ વિનોદભાઈ ભીલ (રહે,બખ્ખર ગામ) કાયદેસરના વાલીપણા માંથી લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવીને અપહરણ કરી નાસી જતાં તેની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા