મોંગલ લોકોએ ચીનમાં સત્તા મેળવી, પરદેશી વ્યાપાર વધારવા પરદેશી લોકોના પ્રવાસને ઉત્તેજન આપતો. એની પાસે વેનિસના બે વેપારી ભાઇઓ પહોંચ્યા. એકનું નામ નિકોલો પોલો અને બીજાનું નામ મૅફીયો પોલો. મોંગલ રાજા, કુબલાઇખાનને પોતાના પ્રતિનિધિઓને ઇરાન મોકલેલા. આ ભાઇઓ એ પ્રતિનિધિઓને મળ્યા. બંને ભાઇઓએ પોતાની સાથે આવવા પેલા પ્રતિનિધિઓએ તૈયાર કર્યા. બંને ભાઇઓ પેજીંગ કુબલાઇખાનને મળ્યા.
કુબલાઇખાને બંને ભાઇઓનું સ્વાગત કર્યું. બંને ભાઇઓએ ખ્રિસ્તી ધર્મ વિષે ચર્ચા કરી. કુબલાઇખાનને રસ પડ્યો. સો જેટલા સારા ખ્રિસ્તી ધર્મગુરુઓ લાવવા કહ્યું, બંને ભાઇઓ વતન આવ્યા. યુરોપ આ સમયે અંધકાર યુગમાં હતું. યુરોપમાં નાના રાજ્યો એકબીજા સાથે નહિ જેવા કારણોસર લડતા અને આખું યુરોપ અઅંધશ્રદ્ધામાં બરબાદ થવા પર હતું.
પેલા બંને ભાઇઓ બે વર્ષ પછી બે ધર્મગુરુ અને નિકોલોના માર્કો નામના પંદર વર્ષના પુત્રને સાથે લઇને ચીન જવા નીકળ્યા.
યુરોપથી આ ત્રણેય જણા આખો એશિયા પસાર કરીને જમીન માર્ગે નીકળ્યા હતાં, આ માર્ગે આજે ચાલીને ચીન પહોંચવુ હોય તો એક વર્ષ લાગે. બારમી સદીમાં આ ત્રણેયને સાડા ત્રણ વર્ષ થયાં.
આ ત્રણેય પ્રવાસીઓએ જે માર્ગ પસંદ કર્યો હતો તેને દુનિયા સિલ્ક રુટ કહેતી હતી, કેમ કે આ માર્ગ દ્રારા ચીનથી યુરોપમાં સિલ્ક પહોંચતું હતું. આ માર્ગમાં અડધેથી દક્ષિણ તરફ પ્રવાસ કરીએ તો ભારત આવે.
એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર આ માર્ગે થતો. ચીન, ભારત, ઇજીપ્ત, આરબ દેશોથી માંડી રોમ સુધી આ માર્ગે વ્યાપાર થતો.
ભારતથી મસાલા, કિમતી પથ્થર અને કપડા જતાં, યુરોપથી સોનું, ચાંદી, કાચ અને શરાબ આવતો… ઈંગ્લીશ એ જમાનામાં પણ હતો…
આખો માર્ગ પસાર કરીને વ્યાપાર કરવાવાળા જવલ્લે જ હતા. એક શહેરથી બીજા શહેર સુધી વ્યાપાર થતો, એ રીતે સામાન દુનિયાભરમાં ફેલાતો.
આપણી મૂળ વાત, પેલા ત્રણ જણા સાડા ત્રણ વર્ષ મુસાફરી કરતાં રહ્યા. આ કારણે તેમને અનેક ભાષા, સંસ્કૃતિ અને સમાજોના પરિચયમાં આવ્યા. માર્કોને ચીની ભાષા આવડી ગઇ, કુબલાઇખાનને આ વાત ગમી ગઇ. માર્કો કુબલાઇખાનનો વિશ્વાસુ સાથી બન્યો. માર્કોને ચીનમાં મહત્વની જવાબદારી મળી, આ જવાબદારી નીભાવવામાં સત્તર વર્ષ પૂરા થયા. માર્કો અને તેના પિતાને સ્વદેશ પરત જવું હતું, પણ ફસાઈ ગયા હતા.
ઇરાનના શાસકની પત્ની ગુજરી ગઇ, તેને ફરી લગ્ન કરવું હતું. તે કુબલાઇખાનનો કઝીન થતો, ઇરાનના શાસક માટે કન્યા પહોંચાડવાની જવાબદારી સારા પ્રવાસીઓ હોવાથી ત્રણે પોલોને મળી, એ બહાને રાજા તરફથી વતન જવા માટે મોકો મળતો હતો.
માર્ગમાં ખબર પડી કે ઇરાનનો શાસક મરી ગયો, તો તેના પુત્ર સાથે પેલી કન્યાનું લગ્ન કરાવી પોલો બંધુઓ ચોવીસ વર્ષ પછી વતન પહોંચ્યા. તેમના માટે વતન બદલાઈ ચુક્યું હતું.
અચાનક વિશ્વનો ઇતિહાસ બદલતી ઘટના બની. વેનિસ પર જીનેવાએ હુમલો કર્યો. વેનિસની હાર થઈ અને પેલો માર્કો પોલો જેલમાં ગયો. જેલમાં બેઠા બેઠા એક પુસ્તક લખ્યું, ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો.
આ પુસ્તક ધીમે ધીમે આખા યુરોપમાં ફેલાવા લાગ્યું. નાની નાની વાતોમાં લડાઇઓ કરતાં યુરોપને સમજાયું કે પૈસો તો એશિયામાં છે. માર્કો પોલોએ યુરોપમાં એશિયા વિષે પ્રવર્તતી માન્યતાઓ ખતમ કરી. કૂતરાનુ શરીર હોય અને માનવીનો ચહેરો ધરાવતા લોકો એશિયામાં રહે છે, એવી માન્યતા હતી. માર્કો પોલોએ ભારતના ખૂબ વખાણ લખ્યા હતા. એશિયામા બસો પાંચસો લોકોને સમાવી શકે એવા જહાજો છે. ભારત ધનની ધરતી છે….કુબલાઇખાનનો મોંગલ સામ્રાજ્ય તુટી પડતા જમીનમાર્ગ જોખમી બન્યો. યુરોપના સાહસિકોને એશિયા જવુ હતું, સમુદ્ર માર્ગ શોધવા તૈયાર થયા…
યુરોપના સાહસિકોની નજરમાં ભારત આવ્યું, એક સાહસિક આ પુસ્તકમાંથી પ્રેરણા લઇને ભારત આવવા નીકળ્યો, અને એ સાહસિક કોલંબસે અમેરિકા શોધી નાખ્યો. ધનદોલત શોધતી એ યુરોપિયન પ્રજા ત્રણસો વર્ષમા ચીન, જાપાન સહિત ભારત સુધી પહોંચી ગઇ….બાકી ઇતિહાસ જગજાહેર છે….
એક પ્રવાસનું પુસ્તક દુનિયાના નકશા બદલવાની તાકાત ધરાવે છે…તમારી મેમરીમાં દુનિયાભરના અનુભવોના સ્મરણો પડ્યા છે…
ચલો કોરોનાયુગમાં આપણે પણ એવું કરીએ કે આત્મનિર્ભર થઈ ભારત બદલી નાખીએ…. નહિ તો કોઈ પ્રવાસી મજૂર પણ તેની ટ્રાવેલ્સ યાત્રા લખશે…
(લેખન અને સંકલન)
Deval Shastri🌹