⬆️જલનેતિ માટે આ વિડીયો ખાસ જુઓ⬆️
જલનેતી
જલનેતીએ એક શરીરશુદ્ધિ યોગિક ક્રિયા છે. નાકના નસકોરાંને (Nostril – નસલ પેસેજ) પાણીથી સાફ કરવાની પ્રક્રિયા છે. જે નાકના પેસેજમાંથી બ્લોકેજ સાફ કરી દૂર કરે છે. આ રીતે હવાનો પ્રવાહ મુક્ત રીતે બંને નસકોરાંમાંથી વહી શકે છે.
સાધન :-
* જલનેતિ માટે વિવિધ પ્રકારના લોખંડના, તાંબાના, પિત્તળના, પ્લાસ્ટિકના કે માટીના જલનેતી પોટ બજારમાં ઉપલબ્ધ છે. આપને અનુકૂળ હોય અને પોસાતુ હોય એ કોઈપણ પ્રકારનું પાત્ર (જલનેતી પોટ) લઈ શકો છો.
* અમે આજકાલ મળતા પ્લાસ્ટિકના પોટ માટે ખાસ ભલામણ કરીએ છીએ કે જે નાકના અગ્ર ભાગમાં કંઈ નુકસાન પહોંચાડતા નથી.
* જલનેતિમાં નાક સાફ કરવા સિંધવ નું પાણી વપરાય છે. (મીઠું લેવું નહિ).
*નાક સાફ કરવા રૂમાલ સાથે રાખવો.
* મોટું ટોકર કે ટબ.
* બહેનોઓએ ખાસ માથાના વાળ બાંધેલા રાખવા.
સ્થિતિ (Posture) :-
કોઈ પણ કંફર્ટેબલ બેઠક કે ઊભેલી સ્થિતિ લઇ શકાય. ઊભી સ્થિતિ વધારે સારી પડે.
સફાઈ :-
જલનેતી પોટ ઉપયોગ કરતાં પહેલાં હૂંફાળા પાણીમાં કે સાબુથી ધોઈને પછી જ દર વખતે ઉપયોગમાં લેવો. નેટિપોટનો આગળનો ભાગ જે આપણે નાકમાં પ્રવેશ કરાવવાનો હોય છે તેની સફાઈ દરવખતે કરવી અગત્યની છે.
સાવચેતી :-
* અતિશય શરદી થઈ હોય તો જલનેતી કરવી નહીં.
* બહુ ઠંડા પ્રદેશમાં અથવા વધારે ઠંડી ઋતુમાં જલનેતી કરવી નહીં.
* પોટમાં વધારે પડતું ગરમ પાણીના લેવું હૂંફાળું પાણી લેવું.
* હૂંફાળા પાણીમાં ચપટી સિંધવ ઉમેરવું (મીઠું ઉમેરવું નહીં) અને સારી રીતે હલાવી લેવું.
* જલનેતિ દરમિયાન શ્વાસ મોઢેથી લેવો નાકનો જરા પણ ઉપયોગ ન કરવો.
* બહેનોઓએ ખાસ માથાના વાળ દુપટ્ટા હેર બેન્ડથી બાંધેલા રાખવા.
* બહેનોએ ચુની (Nose Ring) કાઠી નાખવી
* કોઈપણ સંજોગોમાં નાકના કાણા પર કે નાક લૂછતા, દબાણ ન કરશો કેમ કે નાકનો અંદરનો ભાગ બહુ નાજુક હોય છે અને કોઈ પણ બિનજરૂરી દબાણ નુકસાન કરી શકે છે.
* પ્રથમવાર જલનેતિ કરતા હોવ તો કોઈ યોગ શિક્ષક કે અનુભવીની હાજરીમાં કરવી વધુ હિતાવહ છે.
ક્યારે કરી શકાય :-
* જલનેતિ, દિવસમાં જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે કરી શકો છો. જેટલીવાર જરૂરિયાત હોય તેટલી વાર કરી શકો છો. સવારનો સમય ઉત્તમ.
* સામાન્ય શરદી ના રોગમાં આપ દિવસમાં બે-ચાર વાર કરશો તો શરદી ગાયબ થઈ જશે દવાની કોઈ જરૂર રહેશે નહીં
રીત :-
* મારા યુટ્યૂબ પરના વિડીયો જોઈ પછી જ આ ક્રિયા કરવા વિનંતી.https://youtu.be/m_xWZZRP25k
* જલનેતિ પોટમાં ચપટી સિંધવ નાખેલું હૂંફાળું પાણી ભરો. તમને જે અનુકૂળ પોઝિશન હોય તે રીતે બેઠા બેઠા ઉભા ઉભા કે કોઈ બેઠક નો સહારો લઇ લઈ શકો છો. (ઉભા ઉભા કમરથી થોડા આગળ ઝૂકી જલનેતિ માટે સલાહ આપીએ છીએ.)
* પોટનો અગ્રભાગ નાકના કાણામાં બરાબર લગાવી દેવો. કોઈ પણ સંજોગોમાં દબાણ ન કરશો કેમ કે નાકનો અંદરનો ભાગ બહુ નાજુક હોય છે અને કોઈ પણ બિનજરૂરી દબાણ નુકસાન કરી શકે.
* હવે ગરદન થોડી પોટ બાજુ વાળવી. મોઢું ખુલ્લું રાખી શ્વાસ મોઢેથી જ લેવો. (નાકથી શ્વાસ ના લેવો). ધીરે ધીરે પોટ નું પાણી નસકોરામાં જવા દેવું. આ પાણી એક નસકોરામાં થી નીકળી અને બીજાં નસકોરા વાટે બહાર નીકળી જશે.
(જો તમને કોઈ દુખાવો કે ડિસ્કંફર્ટ લાગે તો તરત રોકાઇ જાવ).
* આ જ ક્રિયા હવે બીજા નસકોરા વાટે આપ કરો.
* ત્યારબાદ કપાલભાતિ ના ૫૦ થી ૧૦૦ સ્ટ્રોક કરવા જેથી નોસ્ટ્રીલના પેસેજ માં રહેલું પાણી બહાર નીકળી જાય. કપાલભાતિ કરતી વખતે ગરદન ધીરે ધીરે બન્ને બાજુ ફેરવવી, સાથે સાથે માથા અને કપાળ પર પણ હળવી ટપલી મારતા રહેવું. કપાલભાતિ કરતી વખતે આપ એક નસકોરું બંધ રાખી અને એક નસકોરાથી એમ વારાફરતી કપાલભાતિ કરવાથી નાકમાંથી બધું પાણી બહાર નીકળી જાય છે.
* રૂમાલ હાથમાં રાખવો અને નાક હળવેથી સાફ કરતા રહેવું. નાકને બહુ જોરથી ના લુછવું.
* આપ ભ્રસ્તિકા પ્રાણાયામ ના ૨૦ પણ રાઉન્ડ કરી શકો.
* જો કોઈ કારણસર નાકમાં અંદર પાણી જતું રહેશે તો તમને ડીસકમ્ફર્ટ ફીલ થશે, કદાચ શરદી કે માથાનો દુખાવો થાય છે, જે બહુ લાંબો સમય રહેતો નથી, માટે બહુ ચિંતાનો વિષય નથી.
ફાયદાઓ :-
* જલનેતિ નાકનો પેસેજ સાફ કરે છે અને નાકમાંથી અશુદ્ધિઓ દૂર કરે છે.
* આંખની દૃષ્ટિનો પાવર વધે છે. ચશ્માના નંબર ઘટે છે અને આંખો તેજસ્વી બને છે.
* જલનેતિ કરવાથી ઊંઘ સારી આવે છે, અનિદ્રાનો રોગ મટે છે. અતિનિંદ્રાના રોગમાં પણ ફાયદો કરે છે.
* વાળ ધોળા થતાં અટકે છે. વાળ ખરતા અટકે છે.
* માથાનો દુખાવો મટે છે. માઈગ્રેનમાં રાહત થાય છે.
* શરદી મટે છે. સીઝનલ એલર્જી મટે છે.અસ્થમામાં ફાયદો થાય છે.
* યાદશક્તિમાં વધારો થાય છે.
* વારે ઘડીએ નસકોરી ફૂટવાનું બંધ થાય છે
* જલનેતિ થી કાનના રોગો અને બહેરાશમાં પણ ફાયદો થાય છે.
* જલનેતિ થી મન પ્રફુલ્લિત રહે છે અને ધ્યાન અને અધ્યાત્મમાં ફાયદો થાય છે.
* જલનેતિ નાકના અંદરના ભાગને પાણીનો મસાજ આપે છે. મેમ્બ્રેન્સને સક્ષમ બનાવી મજબૂત કરે છે.
* જલનેતિ નાકના પેસેજમાં આવતી અનેક નર્વ્ઝને સક્રિય (Stimulate) કરે છે.