जब तारे ज़मीं पर चलते हैं
आकाश ज़मीं हो जाता है
उस रात नहीं फिर घर जाता,
वो चांद यहीं सो जाता है
पल भर के लिये इन आँखों में
हम एक ज़माना ढूंढते हैं,
ढूंढते हैं आबोदाना ढूंढते हैं…
दो दीवाने शहर में…
रात में और दोपहर में
आब-ओ-दाना ढूँढते हैं
इक आशियाना ढूँढते हैं….
મૌસમ છે, ઘરના યુવા થઇ રહેલા બાળકોનું વિદેશ જવાનું કે શહેર બહાર જવાનું સ્વપ્ન… શહેર બહાર નોકરી કરવા કે અભ્યાસ કરવા જવા માટેનો સમય. એક સમયે એરપોર્ટ પરથી જતી ફ્લાઇટ તો જાણે યુવાન કોલેજિયન થઈ ગઇ હોય…આખી કેનેડિયન ફ્લાઇટ યુવાનોથી ભરપૂર હોય…
એ ફ્લાઈટમાં બાળકોને છોડીને આવતાં પેરેન્ટ્સ અચાનક કશુંક ગુમાવ્યા સાથે બાળકોનું ઉજ્જવળ ભાવિ થશે એ બંને ભાવ સાથે અનુભવતા….
જૂની વાર્તામાં વેકેશનમાં ઘર ખાલી થતાં બા ઉંબરે બેસી જાય છે, બસ આ જ….ગુમાવ્યા અને મેળવ્યાનો દ્વંદ્વ એકસાથે….એમાં પણ આ કોરોના વેકેશન… શહેરમાં પણ કોઇને મળવા ન જવાય… નરી એકલતા…
સાંજ પડે એટલે સમય કેવી રીતે પસાર કરવો, એ ઘણાં વયસ્ક દંપતિઓનો સવાલ હોય છે. અચાનક દુનિયા ખાલી થઈ ગઈ હોય એવું લાગે છે….
નવી જનરેશનનો સાથ ગુમાવવા સાથે તેમના બહેતર ભવિષ્ય આપ્યાનો આનંદ સાથે જીવનનું બીજું હનીમૂન શરૂ થયુ.
યુવાનીમાં એક હનીમૂન તો લગ્ન બાદ વડીલોની હાજરીમાં મનથી ઉજવેલું….નવી જનરેશન આગમન સાથે ધીમે ધીમે વડીલો ઘટવા લાગ્યા અથવા ઘરના ખૂણામાં સમાવા લાગ્યાં. જિંદગીની ખરી મજા હવે હતી, પિસ્તાલીસ પચાસની ઉંમરે થોડું બેલેન્સ છે, ફરવું છે…ગાડી છે, હોટલમાં પેટભરીને જમવાની કેપેસીટી છે. પણ જેની સાથે ફરવું છે, એ જનરેશન તો નથી. એ જનરેશન તેમની કરિયર બનાવવા કે અભ્યાસ માટે ઘરબહાર છે, જે પંખીડાં હવે માળામાં આવવાના નથી…. સાવ એકલા…
કોરી એકલતા વચ્ચે જિંદગી માણી લેવાનો દ્વંદ્વ….. એકલતા સાથે ફરજિયાત હનીમૂન. આમ તો છે મજાનો સમય છે….
બાકી રહી ગયેલા શોખ પૂરો કરવાનો સમય…મનગમતી પ્રવૃત્તિ કરો, ફિલ્મો જુઓ, દોસ્તો સાથે મનભરીને વાતો કરો, મજા માણો, બીજાના બાળકોને વિદેશ કેવી રીતે મોકલી શકાય તે માટે વણમાગી સલાહ આપવાનો સમય….
સંબંધીઓની પંચાત કરવાનો સમય, સમાજમાં આગેવાન બનવાના રહી ગયેલા કીડાને ઉછેરવાનો સમય…ખાઉં પીવું અને રખડવું…. યહી તો દો દિવાને…પણ પછી…ઘરે આવીને એ જ મોબાઈલના સ્ક્રીનનો સહારો.
સ્કાઇપ કરો અને પહેલો સવાલ એક જ હોય કે આજે શું ખાધું?..મૂળ તો ગુજરાતી જ ને?
કશું પણ ભૂખ્યા પેટે હજમ જ ન થાય…. બે ચાર વાતો સાથે સલાહ આપવા તો જોઈએ, તમારી સલાહ ન ગમે તો સામે સ્કાઇપ બંધ….
બે દિવસના રિસામણા અને મનામણાં….વળી હવે એ ચર્ચા નહીં કરીએ એની પ્રોમિસ… પણ વચનમ કિમ દરિદ્રતા…. પાછું એ જ …. એ જ વિવાદમાં પત્ની પણ ઠપકો આપે છે કે હવે તો સુધરો….તમારામાં તમારી માતાનો જ વારસો છે… સાસુની ગેરહાજરી તમારે લીધે લાગતી જ નથી. કચકચ કરવાનો સ્વભાવ બદલો…..
હશે, દૂર ગયેલા બાળકો છે…વાદ છે, વિવાદ છે અને વિયોગ પણ છે….છતાં મજા છે…. અબોલા થાય છે તો વાત કરીને આટલી સ્પષ્ટતા તો કરી જ દઇશ… આખરે બાળક તો તમારું જ ને? તમારો ઇગો તમારા બાળકમાં હોય જ ને?…
છેલ્લા દાયકામાં નવા પ્રકારની સમસ્યા છે, એકલતા વધતી જાય છે, આભાર કોરોનાનો, જેણે ઘણા પરિવાર લાંબા સમય પછી એક છત નીચે એકઠા કર્યા…..
Again Happy Family Day❤
Deval Shastri🌹