રથયાત્રાની 250 વર્ષ જુની પરંપરામાં ફેરફાર થવાની સંભાવના 20મી મેં એ ટ્રસ્ટીમંડળની મિટિંગમાં રથયાત્રાના આયોજન અંગે ચર્ચા થશે

ભક્તોએ ટીવીના માધ્યમથી જગન્નાથની નગરયાત્ર નીહાળવાની તૈયારી રાખવી પડશે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે જ્યારે બીજી તરફ 2545 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્યારે દર વર્ષે અપાઢી બીજના દિવસે યોજાનાર જગન્નાથની નગરયાત્રમાં આ વર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે થોડા ફેરફાર થઇ શકે છે.

આ બાબતે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ખાનગી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે આ વર્ષે પરંપરા મુજબ રથયાત્રા તો નીકળશે જ પરંતુ રથમાં માત્ર પુજારીઓ અને મહારાજ હાજર હશે. દર વર્ષની જેમ રથયાત્રામાં જોડતાં લોકોએ આ વખતે ટીવી અને મીડિયાના માધ્યમથી જ રથયાત્રા નીહાળવાની તૈયારી રાખવી જોઈએ.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે 20મી મેંના રોજ અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ થશે. તેમાં સંપૂર્ણ આયોજન મુદ્દે ચર્ચા થશે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે વધુ લોકો એકઠા નહીં થઈ શકે.