મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા હાલમાં ચાલતા નોવેલ કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી અન્વયે લોકડાઉન ચાલતુ હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેસાણાનાઓના જાહેરનામાનો અમલ થાય* તે હેતુસર કડક કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ. લોક્ડાઉન દરમ્યાન મહેસાણાના ધવલ બ્રહ્મભટ્ટ નામના યુવાને સમાજ સમાજ વચ્છે વૈમનસ્ય ફેલાય તેવા ઇરાદાપૂર્વક સોશીયલ મીડીયામાં પોસ્ટ મૂકતા મહેસાણા એ.ડીવી.પોલીસ સ્ટેશન ખાતે તેની વિરૂધ્ધમાં ગુનો નોંધાયેલ.
મહેસાણા પોલીસ દ્વારા આવા ઇસમોની અસામાજીક પ્રવૃતિ ઉપર અંકુશ રહે તે હેતુસર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમા હોય જેથી આવા ઇસમ વિરૂધ્ધ પાસા અંગે કાર્યવાહી કરેલ જે અંતર્ગત બ્રહ્મભટ્ટ ધવલકુમાર મુકુંદભાઇ રહે. મહેસાણા, ચંદ્રોદય બંગ્લોઝ, ગંજબજાર પાછળ તા.જી.મહેસાણાનુ કલેક્ટરશ્રી મહેસાણા દ્વારા પાસા અટકાયત વોરંટ ઇશ્યુ થતાં તેઓની અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલ મોકલી આપવામાં આવેલ છે.