* માતા રેણુકા અને જમદગ્નિ ૠષિના પુત્ર પ.પૂ.ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ જન્મ વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના દિવસે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર પાસે થયો હોવાનું માનવામાં આવે છે.આજ ભગવાન પરશુરામની જયંતિ નિમિતે સર્વે ભુદેવોને જયેશ શ્રીમાળી પલિયડ વતી શુભકામના. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર છે અને દત્તભગવાનથી વરદાન પામનાર હૈહવકુળ ના અર્જુન એટલે સહસ્ત્રાર્જુન જ્યારે તેમના આશ્રમમાંથી કામધેનુ ગાયને સૈનિકોના બળથી લઇ જાય છે ત્યારે ભગવાન પરશુરામ તેનો વધ કરે છે અને તેમના ભયથી તેના હજાર પુત્રો પણ ભગવાન પરશુરામના ડરથી ભાગી જાય છે.અને ભગવાન પરશુરામ કામધેનુ ગાયને આશ્રમમાં લઇ આવે છે.પરંતુ સહસ્ત્રાર્જુનના પુત્રો તેના પિતાના વધનો બદલો લેવાં આશ્રમમાં આવી ભગવાન પરશુરામના પિતા જામદગ્નિનું મસ્તક કાપી નાંખે છે.માતા રેણુકાને આક્રંદ કરતા સાંભળી ભગવાન શિવે આપેલી ફરશી(કુહાડી)થી સહસ્ત્રાર્જુનના હજાર પુત્રોનો વધ કરી નાખે છે.અને હૈહાવકુળનો નાશ કરે છે.આમ ભગવાન પરશુરામે પૃથ્વી પર ક્ષત્રિયોના વધતા અત્યાચાર અને પાપોથી પૃથ્વીનું રક્ષણ કરવા એકવીસવાર પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરી પૃથ્વીને નક્ષત્રિય કરી દઈ ને પૃથ્વીનું રક્ષણ કરી ધર્મની રક્ષા કરનાર ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામને તેમની જન્મજયંતી નિમિત્તે સત સત કોટી વંદન.જય ભુદેવ.. લેખક-જયેશ શ્રીમાળી પલિયડ મોડેલ સ્કૂલ સાણંદ.(મ.શિ.)
Related Posts
*📍વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની બે દિવસીય મુલાકાતે રવાના થયા*
*📍વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની બે દિવસીય મુલાકાતે રવાના થયા* પીએમ મોદીનાં યુક્રેન પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર છે.…
*📍હલ્દવાની હિંસા બાદ આખા ઉત્તરાખંડમાં એલર્ટ*
*📍હલ્દવાની હિંસા બાદ આખા ઉત્તરાખંડમાં એલર્ટ* ૬ લોકોનાં મોત, ૩૦૦ પોલીસકર્મીઓ ઘાયલ