છૂટક દુકાનો આજથી ખોલવા મંજૂરી. લોકડાઉનના એક મહિના પછી ધંધા રોજગારને વેગ આપવા ગૃહ મંત્રાલયની મોડી રાતે સૂચના. જોકે 50 ટકા જ સ્ટાફ માસ્ક સહિતની તકેદારીઓ ફરજિયાત, મ્યુનિ. વિસ્તારોમાં માર્કેટ કોપ્લેક્સ નહીં ખૂલે
મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સે મોડી રાત્રે એક ઓર્ડર જાહેર કર્યો હતો કે દુકાનો હવે 50% સ્ટાફ સાથે પોતાની દુકાન ખોલી શકાશે. ટ્રેડીશનલ કરિયાણાની તેમજ અન્ય દુકાનોને શરતી રીતે ચાલુ કરવા દેવામાં આવશે.
હોટસ્પોટ વિસ્તારોમાં દુકાનો ખોલી શકાશે નહી
સલામતી અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે ઓર્ડર મુજબ જે લોકો પોતાની દુકાનો ખોલે છે તેઓએ પોતાના સ્ટાફ માટે માસ્ક અને ગ્લોઝ સહીત સલામતીની તમામ વ્યવસ્થા ઉપરાંત સોશિયલ ડિસ્ટનિંગનું પણ કડક રીતે પાલન કરવાનું રહેશે.