જમીયત ઉલ્મા અને હિન્દ ગુજરાત ના તરફ થી હોમગાર્ડ ના જવાનો અને અમદાવાદ મ્યુ.કોર્પો. માં કોન્ટ્રાક ઉપર કામ કરતા કામદારો ને રાશન ની કીટો આપી

જમીયત ઉલ્મા એ હિન્દ ગુજરાત ના જનરલ સેકેટરી પ્રોફેસર નીસારએહમદ અન્સારી ના આદેશ મુજબ મોહમ્મદ અસ્લમ કુરેશી(સેકેટરી જમીયત ઉલ્મા ગુજરાત), રાજુભાઈ અરબ, યુનુશભાઈ બંદા, અનીશભાઈ કુરેશી, નૂરમોહમ્મદ, અશફાકભાઈ,બિલાલભાઈ ઓલવિન મશીનવાલે ને ગઈ તારીખ 11/4/2020 ના રોજ હોમગાર્ડ ના જવાનો અને અમદાવાદ મ્યુ.કોર્પો. માં કોન્ટ્રાક ઉપર કામ કરતા કામદારો ને રાશન ની કીટો આપી, આ અગાઉ પણ તેઓને કીટો આપેલ. વધુમાં વટવા ખાતે સાજીદ મેવ ને 20 કીટો આપી અને બેરલ માર્કેટ માટે આજ રોજ 100 કીટો મોકલાવેલ છે અને આ અગાઉ 300 કીટો મોકલાવે છે. આમ, બેરલ માર્કેટ ખાતે ટોટલ 400 કીટો મોકલાવેલ છે. આ ઉપરાંત ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ની ભલામણ થી બહેરામપુરા ખાતે મોહમ્મદ સફી બાબાભાઈ ને 25 કીટો મોકલાવેલ છે. શાહપુર વિસ્તાર માટે આજ રોજ 20 કીટો અને આ અગાઉ 200 કીટોનું વિતરણ કરેલ છે. ખાનપુર ઓફિસે આવતા જતા રસ્તા માં ગરીબ અને જરૂરતમંદ લોકો ને અનીશભાઈ કુરેશી દ્વારા આજ રોજ 10 કીટો નું વિતરણ કરેલ છે. આ સીવાય આજ રોજ ગોમતીપુર વિસ્તાર માટે 12 કીટો અને આ અગાઉ 40 કીટો મોકલાવેલ છે. આ સીવાય આગામી દિવસો માં કીટ વિતરણ નું કામ ચાલુ જ રહશે. ( રિપોર્ટ : મોહમ્મદ અસલમ કુરેશી, સેકેટરી જમીયત ઉલ્મા ગુજરાત)