વિશેષ સ્ટોરી
સમાચાર નો પડઘો :
રાજપીપલાના સ્મશાન ગૃહના ગેસ આધારિતબે આધુનિક સગડીના પ્રોજેક્ટ નો પ્રારંભ
સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલાના સેવાભાવિ યુવાનોએ માનવ સેવાની જ્યોત જલાવી..
મૃતદેહ ને સાચવી શકાય તે માટે કોલ્ડ સ્ટોરેજ તથા સ્મશાન ગૃહમા ગાર્ડન અને બેઠક વ્યવસ્થા નું પણ આયોજન
તંત્ર અને સેવાભાવિ લોકોએ દાનનો પ્રવાહ વહાવ્યો
રાજપીપલા, તા 15
સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલાના કારોબારી સભ્યો અને સેવાભાવી યુવાનો દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગ ની અપેક્ષાથી હાથ માં લીધો છે તેની કામગીરી ની શરૂઆત આજના અખાત્રીજ ના શુભ દીને કરવામાં આવી હતી.આ અંગેના સમાચાર નો પડઘો પડ્યો છે અહેવાલ પ્રગટ થયા પછી દાનનો પ્રવાહ વહેતો થયો છે
રાજપીપલાસહિત નર્મદા જિલ્લામા કોરોના 3817 જેટલાં કેસો થઈ ચુક્યા છે. બીજી લહેરમાં મોતનો આંકડો પણ ભયાનક રીતે વધી રહ્યો છે ત્યારે રાજપીપલા ખાતે આવેલ સ્મશાન ગૃહ મા રોજે રોજ લાશોનો ઢગલો ખડકાઈ રહ્યો છે. રોજના સરેરાશ 5થી 7લોકોના અગ્નિસંસ્કાર અહીંના
સ્મશાન ગૃહમા કરવામાં આવી રહ્યો છે.
સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલા ના યુવાનો દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગ થી અમલમા મુકવાનું નક્કી કર્યું હતું. જેમાં અખાત્રીજના શુભ દિને
રાજપીપલા સ્મશાન ગૃહમા નવી ગેસની સગડી મુકવાની કામગીરીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
નર્મદામા છેલ્લા 45 દિવસમાં કૂલ 185ના અગ્નિ સંસ્કાર કરાયાછે. આ સત્તાવાર આંકડા છે. રાજપીપલા કોવિદ મા દર્દીઓ દાખલથાય છે જેમાં ઘણા સાજા પણથાય છે પણ ઘણા દમ પણ તોડે છે.
નર્મદામા એપ્રિલમા 113અને મેં માસમાં 14 દિવસ મા 72ના રાજપીપલા સ્મશાન ગૃહ મા અગ્નિસંસ્કાર કરાયા છે જેમાં રોજનું ટન બન્ધી લાકડાનો અગ્નિસંસ્કાર થતો હતો. ઘણી વાર લાકડા પણ ખૂટી જતા હતા ત્યારે સેવાભાવિ લોકો લાકડા દાનમા પણ આવતા હતા. છેલ્લા બે મહિના મા 3થી 4હજાર મણ લાકડા ચિતામા બળી ગયા હતા. અને આ સિલસિલો હજી પણ સતત ચાલુ હોવાથી પરીઆવરણ માટે નુકશાન કારક પણ હોવાથી સ્મશાન ગૃહના સંચાલકોએ રાજપીપલા સ્મશાન ગૃહમા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપલાના યુવાનો
રાજપીપલા વૈષ્ણવ વણિક સમાજના યુવાનો અજિત પરીખ,ગુંજન મલાવિયા, ઉરેશ પરીખ,તેજસ ગાંધી, કૌશલ ગાંધી, કેયુર ગાંધી અને સ્મશાન ના સંચાલક દર્શક પરીખ આ યુવા ટીમ સમશાન મા અગ્નિસંસ્કારની સેવાની ધૂણી ધખાવી રહ્યા છે તેમના દ્વારા હાલ અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ તંત્ર અને લોક સહયોગની અપેક્ષાથી હાથમાં લીધો છે તેની કામગીરીની શરૂઆત આજના અખાત્રીજના શુભ દીને કરવામાં આવ્યું છે.અહીં એક નહીં પણ બે નવી ગેસની સગડી મુકવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે એ ઉપરાંત સ્મશાન ગૃહ મા એક કરતા વધારે દિવસસુધી મૃતદેહ ને સાચવી શકાય તે માટે કોલ્ડ સ્ટોરેજ પણ મુકવામાં આવનાર છે. એ ઉપરાંત સ્મશાન ગૃહમા ગાર્ડન અને બેઠક વ્યવસ્થા પણ કરવામા આવી રહી છે. આ બધા પાછળ અંદાજે એકાદ કરોડ નો ખર્ચ થાય એમ છે. તંત્ર અને સેવાભાવી લોકો દ્વારા એક સગડીનો ખર્ચની રકમતો મળી ગઈ છે. હવે બાકીના ખર્ચ માટે પણ દાનનો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે આ માનવતાના સેવાના કામમા લોકો ઉદાર હાથે મદદ કરશે બીજી સગડી પણ આવી જશે.
આ એક નવી ગેસની સગડી પાછળ 30થી 32 લાખનો ખર્ચ થાય એમ હોઈ સંસ્થા પાસે 5લાખનું બેલેન્સ હતું. એક સેવાભાવિસંસ્થા મા શક્તિ ગરબા ગ્રુપના આયોજકોએ 1લાખ નું અને નર્મદા સુગર ના ચેરમેન ઘનશ્યામ પટેલે 5લાખનું દાન આપતા દાનનો પ્રવાહ વધતો ગયો. આ અંગે નર્મદા કલેકટરનો સંપર્ક કરતા નર્મદા જિલ્લા કલેકટર ડી. એ. શાહ તરફથી રાજપીપલાના સ્મશાન ગૃહના ગેસ આધારિત સગડી પ્રોજેક્ટ માટે CSR ફંડ હેઠળ રૂ. ૧૫ લાખનો સહયોગ પૂરો પાડવામા આવ્યો. અને આ રકમ પણ તરત ફાળવી દેવામાં આવતા તંત્ર પણ મદદે આવ્યું. આ અંગે 30થી 32 લાખનો ખર્ચ થવાનો છે પણ સેવાના કામમા લોકોનો સહયોગ મળતા આ કામ હવેશરૂ કરી દેવામાં આવ્યું છે.
એકાદ માસ મા આ પ્રોજેક્ટ શરૂ થઈ જવાની ધારણા છે. એનાથી લાકડાની જરૂર નહીં પડે. લાકડાની બચત થશે અને પરીઆવરણ ને બચાવી શકાશેઆ ગેસ સગડી મા પહેલી વાર મૃત દેહને બાળતા એકાદ કલાક જેટલો સમય લાગશે. પછી સગડી ગરમ થઈ ગયા પછી બીજા મૃતદેહને બાળવા માટે અને ત્રીજા માટે એથી પણ ઓછો સમય લાગશે આ સગડી મા બન્ને સાઈડ પર 14-14 એમ કૂલ 28ગેસ ના બોટલો લાગશે. આમે બે સગડી માટે વખમૃત દેહ ના અગ્નિસંસ્કાર કરી શકાશે.આ સેવાની પ્રસરતી જતી સુવાસ ની પ્રવૃત્તિ જોઈને કોણ કહે છે માનવતા મરી પરવારી છે.?
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા