ભવૈયો….ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

ભવૈયો….
ભવાઈમા કુલ એકવીસ કલાકાર હોવા જોઈએ.. પાંચ ગાતા, પાંચ વગાડતા, પાંચ પુરુષ, પાંચ કાંચળિયા અને એક નાયક.. કાંચળિયા એટલે સ્ત્રીપાત્રો કરનાર… વિસનગરની આજુબાજુ નાયકોની મંડળી..
આજથી સાઈઠ પાંસઠ પહેલાની વાત છે… નાયક અને એની મંડળીની ગામે ગામ ખેલ કરવાની તૈયારી ચાલે પણ એક કાંચળિયાને કુતરૂં કરડયું.. હડકવા ઉપડયો.. એટલે તાત્કાલિક કાંચળિયાની શોધ ચાલી…
વડનગરનો એક લબરમુછિયો.. ઘર છોડીને ઘર ઘર ભટકતો હતો.. ગાતા ભવૈયાને એની દયા આવી.. એને નાયક આગળ રજુ કર્યો… નાયકે એને ઉપરથી નીચે જોયુ પછી પેલા ભવૈયાને પુછયુઃઆ ભવાઈ કરી શકશે?
ભવૈયો કાઈ બોલે એ પહેલા તો પેલો લબરમુછિયો બોલી ઉઠ્યોઃભવાઈ માટે જ મારો જન્મ થયો છે..
નાયકઃ ગીતો ગાય શકીશ..
લબરમુછિયો : હા સુર સાથે
નાયક: વગાડી શકીશ…
લબરમુછિયો :બધ્ધુજ.. એક વાર હાથમા આવવું જોઈએ
નાયક:વેશ બદલી શકીશ? ભજવી શકીશ?
લબરમુછિયો :એમા તો મારી માસ્ટરી છે…
નાયક:ધણા વેશમા તારે નકલી દાઢી મુંછ લગાવી પડશે..
લબરમુછિયો:જરુર પડશે તો અસલી વધારી દઈશ
નાયક:ભીડ ભેગી કરતા આવડે છે?
લવરમૂછિયો :એમા તો મારી માસ્ટરી છે..
‘ સારુ તું જા જરૂર પડે તને બોલાવીશું…’ કહીને નાયકે પેલા ભવેયાને કહ્યુ.. ‘મને તો આ ફેકું અને જુઠઠોલાગે છે..’
‘હા, એમા પણ એની માસ્ટરી છે..’ પેલા ભવૈયાએ કહયું
નાયકે કહયુઃ’ભાઈ કોઇ બીજો શોધો આતો મને હટાવીને ખુદ નાયક બની જાય એવો છે.’
આ વાતને સાઈઠ પાંસઠ વરસના વાણા વાયા પેલો નાયક ઘરડો થઈ ગયો છે…પોતાના દિકરા ધરે ટીવી ઉપર ભાષણ સાંભળતાં જ નાયકની બુઢ્ઢી આંખો ચોંકી ઊઠી..તે મનોમન બોલી ઉઠયાઃ
“અલ્યા આ તો દિલ્હી પહોંચી ગયો.. વાહ મારા ભવૈયા વાહ”
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા