ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. આ ઝૂપડપટ્ટીને રાજ્યની સૌથી મોટી ઝૂપડપટ્ટી માનવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં અત્યારસુધીમાં 590 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંનો એક કેસ ગુજરાતની ‘ધારાવી’ ગણાતી રામાપીર ટેકરાની ઝૂપડપટ્ટીમાં નોંધાયો છે. આ ઝૂપડપટ્ટીને રાજ્યની સૌથી મોટી ઝૂપડપટ્ટી માનવામાં આવે છે. એ વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાતા અમદાવાદ કોર્પોરેશન દોડતું થયું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છેકે, રામાપીર ટેકરા સ્લમ વિસ્તાર ગુજરાતનો સૌથી મોટો સ્લમ વિસ્તાર છે. આ વિસ્તારમાં એક કેસ નોંધાયો છે અને આખી ઝૂપડપટ્ટીનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

રામાપીર ટેકરાના પોઝિટિવ કેસ જોખમી સાબિત થઇ શકે

અમાદાવાદના સ્લમ વિસ્તાર રામાપીર ટેકરામાં પોઝિટિવ કેસ નોંધાયો છે જે જોખમી સાબિત થઇ શકે છે. એક તો આ વિસ્તાર શહેરની વચ્ચોવચ છે, જેના કારણે અહીથી કોરોના વાઈરસ અન્ય વિસ્તારોમાં પણ સ્પ્રેડ થવાની શક્યતા છે. આ સ્લમ વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જ મનપાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે અને વાઈરસને ત્યાંથી ફેલાતો રોકવા માટે વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે