દુનિયાભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસની વિરૂદ્ધ દેશમાં પણ એક મહાજંગ ચાલુ છે. સોશિયલ ડિસ્ટેંસિંગના પાલન માટે અને દેશમાં વાયરસને ફેલાતો રોકવા માટે 21 દિવસનું લોકડાઉન લાગૂ કરાયું. જે 14 એપ્રિલના રોજ પૂરું થશે. આ બધાની વચ્ચે સરકાર લોકડાઉનને લઇ કોઇ નિર્ણય કરે તેની પહેલાં કેન્દ્રીય મંત્રી અને કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ પોતાનું કામકાજ ઓફિસથી શરૂ કરશે.
સૂત્રોનું માનીએ તો પ્રધાનમંત્રી કાર્યાલયની તરફથી તમામ મંત્રીઓને આદેશ અપાયો છે કે તમામ ઓફિસેથી જ કામ કરે એટલે કે અત્યારસુધી જે મંત્રી વર્ક ફ્રોમ હોમ કરતા હતા તેમને પણ ઓફિસ આવવું પડશે.જો કે આ દરમ્યાન મંત્રાલય અને ઓફિસમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન થવું જરૂરી છે.
આ સિવાય જોઇન્ટ સેક્રેટરીથી ઉપરના રેન્કના તમામ અધિકારીઓને ઓફિસમાં ઉપસ્થિત રહેવું પડશે. જ્યારે તેના નીચલા લેવલના કર્મચારીઓને રોટેશનના આધાર પર ઓફિસ બોલાવાશે. પરંતુ અત્યારે પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું જરૂરી હશે.
હવે જ્યારે 21 દિવસનું લોકડાઉન ખત્મ થઇ રહ્યું છે અને મોટાભાગના રાજ્યોએ તેને વધારવાની માંગણી કરી છે તો એવી આશા વ્યક્ત કરાય રહી છે કે લોકડાઉન-પાર્ટ 4માં કેટલાંય પ્રકારના ફેરફાર જોવા મળી શકે છે. જેમાં ખેડૂતો, ઇન્ડસ્ટ્રી માટે કેટલીક રાહત પણ મળી શકે છે. આ જ કારણ છે કે રાજ્ય સરકારોએ ખેતીના ક્ષેત્રમાં કેટલીક ઢીલ આપવાની મંજૂરી અપાઇ છે.
*ખેડૂતો માટે હશે સ્પેશ્યલ છૂટ?*
આજે વૈશાખી છે અને તેની સાથે જ દેશમાં ખેતીની સીઝન શરૂ થઇ જશે. એવામાં સરકાર તેને ધ્યાનમાં રાખતા કેટલીક સ્પેશયલ ટ્રેન, બસ સર્વિસની સુવિધાને શરૂ કરી શકે છે. જેથી કરીને પાકની કાપણી સુવિધાને શરૂ કરી શકે અને ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવું ના પડે. જો કે પેસેન્જર ટ્રેન-પેસેન્જર વિમાન વગેરે પર પ્રતિબંધ ચાલુ રહી શકે છે.
*******
*vinod meghani- 98980 76000*