*આજે જામનગર ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા જીલ્લા કક્ષાનું અધિવેશન યોજાશે*

*આજે જામનગર ખાતે પત્રકાર એકતા પરિષદ દ્વારા જીલ્લા કક્ષાનું અધિવેશન યોજાશે*

જામનગર, સંજીવ રાજપૂત: પત્રકાર એકતા પરિષદ ઝોન -૪ના જીલ્લા કક્ષાનું અધિવેશન આજે તા.૧૬/૩/૨૦૨૪ ના રોજ જામનગર શહેર ખાતે બોપરના ૩:૦૦થી ૭: ૦૦ વાગ્યે દરમ્યાન યોજાનાર છે. આ અધિવેશનના આયોજનની તાડામાર તૈયારી આંબેડકર ભવન સાત રસ્તા ખાતે કરવામાં આવી છે.

 

આ વાર્ષિક અધિવેશનમાં સમગ્ર જામનગર જિલ્લાના તમામ નાના મોટા સંગઠનમાં સામેલ પત્રકારો તો ઉપસ્થિત રહશે સાથે સાથે આ પત્રકાર અધિવેશનમાં આમંત્રીત સંસ્થાઓ, સ્થાનીય રાજકીય, સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ, જિલ્લા તથા ઝોનના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ જીલ્લા બહારથી પણ પત્રકારો ઉપસ્થિત રહશે. આ અધિવેશનમાં જામનગર જિલ્લાના વરિષ્ઠ પત્રકારોનું વિશિષ્ઠ સન્માન પણ કરાશે.

કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ઇન્ચાર્જ પ્રદેશાધ્યક્ષ ગીરવાનસિંહ સરવૈયા, મહિલા વિંગ પ્રમુખ શમીમબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ અધિવેશનમાં છેલ્લાં ચાર વર્ષમાં આ સંગઠન દ્વારા પત્રકારો માટે કરાયેલ લડત તેમજ સમસ્યાના ઉકેલ માટેની કામગીરીની રૂપરેખા રજૂ કરાશે.

 

આ પરિષદ ગુજરાતનું પત્રકારો માટેનું એકમાત્ર સંગઠન છે. જેમાં પ્રદેશ કારોબારી, ૧૨ ઝોન, ૩૪ જિલ્લા કારોબારી, રપર તાલુકા કારોબારી, મહિલા વિંગ, સ્ટેટ સમિતી, લીગલ વિંગ સ્ટેટ કમિટિ કાર્યરત છે. દર વર્ષે પ્રદેશાધ્યક્ષની ઉપસ્થિતિમાં જિલ્લાવાઈઝ મીટીગ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાય છે. સમગ્ર આયોજન જામનગર જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ જિલ્લા પ્રમુખને પ્રદેશ કારોબારી વિક્રમ ચુડાસમા, ઝોન પ્રભારી ગોવિંદભાઈ મોતીવારસ ઉપ. પ્રમુખ કૌમિલભાઈ મણિયાર તેમજ હાજીભાઈ દોદાણી અને કલ્પેશભાઈ સારડા સહિત તમામ પત્રકાર મિત્રોના સહયોગથી કરવામાં આવી રહયુ છે. આ તકે પત્રકાર એકતા પરિષદ જિલ્લા ટીમ દ્વારા જીલ્લાના તમામ પત્રકારો સંગઠિત થઇ આ તકે હાજર રહેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.