અંગ્રેજ શાસનમાં બનેલી આ ઇમારતનું નામ છે, ગોલઘર..

Good Morning…

તાજેતરમાં બિહાર જવાનો મોકો મળ્યો હતો, પટણામાં ગાંધી મેદાન પાસે એક વિશાળ ઇમારત છે. અંગ્રેજ શાસનમાં બનેલી આ ઇમારતનું નામ છે, ગોલઘર….
ગોલઘરમાં લેસર શો થાય છે, જેમાં બિહારના ભવ્ય ઇતિહાસ સાથે ગોલઘરનો ઇતિહાસ જણાવવામાં આવે છે.
1770માં ભારતના પૂર્વ ભાગમાં ભયાનક દુષ્કાળ પડ્યો હતો. આ દુષ્કાળમાં આશરે એક કરોડ લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતાં. તે સમયે બ્રિટીશ ઇન્ડિયામાં વોરન હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ હતો. તેણે જોન ગાર્સ્ટિન નામના એન્જિનિયર ની મદદથી અનાજ ભરવા માટે વિશાળ ઇમારત ઉભી કરી, જેથી લશ્કર અને કંઇક અંશે સામાન્ય માણસ ભૂખે ન મરે.
આશરે એકસો પચીસ મીટર પહોળી, ત્રીસેક મીટર ઉંચી એટલે કે આઠ નવ માળની કહી શકાય એવી વિશાળ ટાંકી બનાવી જેની દીવાલ સાડા ત્રણ મીટર પહોળી છે. લગભગ દોઢ લાખ ટન અનાજ ભરી શકો એવડો ટાંકો…
ટોચ પર જવા માટે દાદર છે, ( હાલમાં બંધ કરેલ છે) , ટોચ પર ત્રણ ફૂટનો ભાગ ખૂલ્લો રાખવામાં આવ્યો છે. આ ભાગમાંથી અનાજ આ વિશાળ ઇમારતમાં નાખીને ભરી શકાય. ઇમારતમાં અંદર કોઈ થાંભલો નથી, તમારો પડઘો ત્રીસેક વાર પડે.
આખી વાતના અંતે એવું થાય કે એમાં શું? આમાં શું શીખવાનું?…
કોરોનાયુગમાં ગોલઘર એક સુંદર લેશન શીખવે છે, જ્યારે અંગ્રેજ શાસનમાં અનાજ ભરવામાં આવ્યું અને તેને બહાર કાઢવાની વાત આવી ત્યારે ખબર પડી કે એક ગંભીર ભૂલ થઈ છે…..જે દરવાજા હતાં એ અંદર તરફ ખૂલતાં હતાં…..
એક નાની ભૂલે સ્થાપત્યના હેતુની ઐસી કી તૈસી કરી દીધી, બસ કોરોનાયુગમાં આપણે પણ આવી જ કોઈ ભૂલ કરતાં હોઇશું….

जैसी बची है वैसी की वैसी,
बचा लो ये दुनिया
अपना समझ के अपनों के जैसी उठा लो ये दुनिया
छिटपुट सी बातों में जलने लगेगी,
सम्भालो ये दुनिया
कट पिट के रातों में पलने लगेगी,
सम्भालो ये दुनिया….

Deval Shastri🌹