અમદાવાદ વાડજ પોલીસના કોન્સ્ટેબલશ્રી ભગવાનભાઈ પાટીલ સાહેબની માનવતાભરી સુંદર કામગીરી. – સંજીવ રાજપુત.

સુરતમાં રહેતા વયોવૃદ્ધ દર્દી મુક્તાબેન ભીખાભાઈ મોણપરાને મેડીકલ સારવાર ચાલે છે અને હાલમાં તેમની દવા ખૂટી ગયેલ તેમજ આ દવા ફક્ત અમદાવાદનાં જુના વાડજ વિસ્તારમાં જ મળતી હોય.

તાત્કાલિક દવાની જરૂર હોવાથી ગઈકાલે જુના વાડજ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલશ્રી ભગવાન પાટીલનો સંપર્ક કરતા તેમણે માનવતા દાખવી વાડજ વિસ્તારના મેડીકલથી દવા મેળવી લઇ, કવરમાં પેક કરી, આજરોજ સ્પીડ પોસ્ટ દ્વારા સુરત રવાના કરી આપેલ છે.

જમાદાર શ્રી ભગવાનભાઈ પાટીલ સાહેબનો ખુબ ખુબ આભાર.

આપણી સુરક્ષા માટે સતત ખડેપગે ફરજ બજાવતા ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને સહકાર આપવો આપણી ફરજ છે.