*જામનગર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

જીએનએ જામનગર: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા એચ.આઈ.વી.એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમનું વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું

જેમાં ધર્મેશભાઈ દ્વારા પીપીટીના માધ્યમથી 120 થી વધારે યુવાનોને એડ્સ કઈ રીતે ફેલાય છે તેમજ એડ્સ અટકાવવા માટે શું શું ઉપાયો કરવા સહિતની વિવિધ બાબતોથી માહિતગાર કરવામાં આવેલ. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય એઇટ્સ કંટ્રોલ સોસાયટી (GSACS) દ્વારા પ્રાયોજિત હતો અને કાર્યક્રમનું આયોજન નહેરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા જિલ્લા યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગના માર્ગદર્શનમાં કરવામાં આવેલું હતું. કાર્યક્રમનું સંચાલન નરોત્તમ વઘોરા તેમજ દિપાલી રાઠોડ દ્વારા કરવામાં આવેલું હતું.આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટી તેમજ પ્રિન્સિપાલ શ્રી રામ તેમજ સંકલિત કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગ સેન્ટર(ICTC), જામનગર શ્રી ધર્મેશભાઈ તેમજ કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહેલ.