લોકડાઉનનો 16 મો દિવસ …શું થશે એની કોઈ ને જાણ નથી.. લોકડાઉન નો સમય પૂરો થશે કે કેટલીક જરૂરી શરતો સાથે ચાલુ રહેશે?
દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયું હોવાથી, લોકો ના ઘણા બધા અભિપ્રાયો સામે આવ્યા જેમ કે ગરીબોને મદદ કરવી, તમારા જે પણ હોમ ક્લિનર્સ કે કુક છે એમનો સેલરી કાપશો નહિ અને ઘણા બધા.
હવે મહત્વ નો મુદ્દો તો એ છે કે શ્રીમંત લોકો કે જે લોકો સક્ષમ છે એવા લોકો સહેલાઇ થી આ પરિસ્થિતિ માંથી નીકળી શકશે, મજૂરો અને ઘરકામ કરતા લોકો ને પણ એમનો પગાર ચૂકવાઈ જશે, ઉપરાંત સરકાર પણ જરૂરિયાતમંદ લોકોને શક્ય હોય એટલી મદદ કરી રહી છે, ઘણા લોકો તેમની સહાય માટે આગળ આવ્યા છે
જે સૌથી શ્રેષ્ઠ પ્રયાસ છે, પણ મધ્યમ વર્ગના લોકો નું શું થશે?
આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે, અમુક સર્વે અને રિપોર્ટ્સ પ્રમાણે કોરોના ના કારણે 136 મિલિયન જેટલી જોબ્સ રિસ્ક ઉપર છે,ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ અનિશ્ચિત સમય ગાળા માટે લે ઑફ આપી રહી છે, ઘણી કંપનીઓ સેવરન્સ પે આપી ને કોન્ટ્રાક્ટસ ટર્મિનેટ કરી રહી છે તો આવા કર્મચારીઓ માટે કપરો સમય રહેશે અને આ પરિસ્થિતિમાં નાના કે મધ્યમ વર્ગના બિઝનેસ કરતા લોકો માટે પણ સંઘર્ષનો સમય રહેશે કારણ કે એમને પણ ફેક્ટરી કે ઓફિસના ખર્ચા આવક ના હોવા છતાં ચૂકવવાના જ રહ્યા. મઘ્યમ વર્ગના લોકો ને આપેલ EMIs માટે મોરેટોરિયમનો વિકલ્પ પણ ફાયદાકારક જણાતો નથી કેમ કે શક્ય છે કે છેવટે તેમને વ્યાજ સાથેની ચુકવણી કરવાની રહશે.
હવે જોવાનું એ છે કે જો આ લોકડાઉન ચાલુ રહશે ( જે વર્તમાન પરિસ્થિતિ ને જોતા તો ચાલુ રહેવાંની શક્યતાઓ વધારે છે) તો આ EMIs અને બીજા મંથલી એક્સપેન્સિસ કઈ રીતે ચૂકવાશે. જો કે મઘ્યમ વર્ગની જનતા બધી જ પરિસ્થિતિમાં અનુકૂળતા કેળવવામાં સક્ષમ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ દેશની મોટા ભાગની જનતા કે જે આ જ કેટેગરી ને બિલોન્ગ કરે છે તેમની સમસ્યાઓને અવગણી શકાય તેમ પણ નથી.
બધા જ લોકો સરકાર ના નિયમોનું ચોક્કસ રીતે પાલન કરે અને વર્તમાન પરિસ્થિતિને વધુ ગંભીરતાથી લે તો ટૂંકા સમયગાળા માં આપણે આ વિપત્તિમાંથી સફળતા પૂર્વક બહાર આવી શકીશું .