સેલંબા ગામેહિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય
તેવે મેસેજ વાયરલ કરવાની ફરિયાદ
રાજપીપલા, તા 17
સેલંબા ગામેહિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે કોમી વૈમનસ્ય પેદા થાય
તેવે મેસેજ વાયરલ કરતાઆરોપી સામે સાગબારા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરીયાદીસાજીદશેખ સલીમ શેખ (રહે. સેલંબા પાંચ પીપરી રોડ તા.સાગબારા,જી.નર્મદા)એ
આરોપી
સંતોષ ઉર્ફે ભુરીયો વસંતભાઈ વસાવા (રહે.સેલંબા નવી નગરી તા.સાગબારા,જી. નર્મદા)સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત અનુંસાર આરોપીએ મોબાઈલ ફોન નંબરથી હિંદી ભાષામાં-બિભતસ ભાષામા ગાળો બોલતો ઓડીયો
ક્લીપ તથા બીજી એક ઓડીયો ક્લીપમાં સ્થાનિક આદિવાસી ભાષા વાળી”મુસ્લ વેયકા કેડો બી વેય આદિવાસી હિંદુ કી દિ બીવલા નેય, ઉનાયા કા મુસલીયા સે
કીદી બિવલા નેય હિંદુ આદિવાસી એક વી જા તો સુકીયા હાય નેતા ઈ મુસ્લ હાય કે ને ગેલ ચોપ્લે માઈ ટાંકી હિંદુલ આદીવાસી વાળી ઓડીયો ક્લીપ
સોશીયલ મીડીયામાં વાયરલ કરી હિન્દુ મુસ્લીમ કોમ વચ્ચે દુશ્મનાવટ ઉભી થાય અને કોમી એકતા તોડવાનો પ્રયાસ કરી તથા બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય
પેદા થાય તથા મુસ્લીમ સમાજના લોકોની લાગણી દુભાય તે રીતે ગુનાહીત કૃત્ય કરી ગુનો કરતા આરોપી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા