💫 વર્તમાન પરિસ્થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID – 19* ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે ગઇ કાલે રાત્રે ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક ડાઉન’’* જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* દ્વારા કોરોના વાયરસના અસરગ્રસ્ત જિલ્લાઓ/વિસ્તારોમાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતાં તથા જિલ્લા બહાર જતાં વાહનોને અટકાવવા, જિલ્લાના મહત્વના એન્ટ્રી / એક્ઝીટ પોઇન્ટ પર *૨૦ (વીસ) ચેકપોસ્ટ* શરૂ કરી, જરૂરી બેરીયર ઉભા કરી, નાકાબંધી કરી, વાહનોની અવર-જવર પર પ્રતિબંધ લગાવવા માટે ‘‘લોક ડાઉન’’ નો ચુસ્ત પણે અમલ કરાવવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.
💫 કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે *જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલી* નાઓ તરફથી *સી.આર.પી.સી. કલમ ૧૪૪ મુજબનું જાહેરનામું* બહાર પાડવામાં આવેલ છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા નોટીફીકેશન બહાર પાડી કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવેલ છે.
💫 કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ કેટલાક ઇસમો દ્વારા ગઇ કાલ તા.૨૩/૦૩/૨૦૧૯ ના રોજ હીરાના કારખાના ખુલ્લા રાખી, કોરોના વાયરસ ફેલાય તેવી જાહેરમાં ગંદકી કરી જાહેર આરોગ્ય સલામતી, લોકોની સુખાકારી જળવાઇ રહે કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતીને અસર થવા ન પામે તે માટેના જાહેરનામાનો ભંગ કરેલ હોય, અમરેલી પોલીસ દ્વારા આવા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી અમરેલી જિલ્લાના સાવરકુંડલા ટાઉન, અમરેલી સીટી, રાજુલા વિ. પોલીસ સ્ટેશનમાં *ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮* મુજબ ૬ ઇસમો વિરૂધ્ધ *૬ ગુન્હા* રજી. કરાવવામાં આવેલ છે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા કુલ *૪૮ વાહનો ડીટેઇન* કરવામાં આવેલ છે.
💫 આજરોજ તા.૨૪/૦૩/૨૦૨૦ ના રોજ પણ કોરોના અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અમરેલી જિલ્લાની હદમાં પ્રવેશતા અને જાહેરનામાનો ભંગ કરતાં કુલ *૯૧ ઇસમો* વિરૂધ્ધ જિલ્લાના લાઠી, ખાંભા, અમરેલી તાલુકા વિ. પોલીસ સ્ટેશનોમાં *ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮* મુજબ *કુલ-૯૧ લોકો વિરૂધ્ધમાં ૧૯ ગુન્હા* રજી. કરવામાં આવેલ છે તેમજ *૯૨ વાહનો ડીટેઇન* કરવામાં આવેલ છે.
💫 આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ *અમરેલી જિલ્લા પોલીસ કટિબધ્ધ અને સતત કાર્યશીલ છે.*