દીવા કરતા પહેલા આ ન્યૂઝ ખાસ વાંચો.

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના ત્રાસથી આખા ભારતદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા દીપ પ્રાગટ્ય માં ધ્યાન રાખવા માટે ખાસ સુચના.રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ જાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું છે કે, લોકોને લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. આધૂનિક ટેક્નોલોજીનો પણ મદદ લેવામાં આવી રહી છે. અપીલના અનુસંધાને ડીજીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ પોતાનાં ઘરમાં રહીને જ દીવા પ્રગટાવવાનાં છે. કોઇએ બહાર નિકળવાનું નથી. અગાઉના કિસ્સામાં જે પ્રકારે ખાડીયામાં ટોળા થયા હતા લોકો તેવી મુર્ખામી ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું