ભારતીય માનવ અધિકાર સંઘ દ્વારા માંગરોળ મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું
ભારતીય માનવ અધિકાર સંઘ દ્વારા માંગરોળ મામલતદાર શ્રી ને આવેદન આપવામાં આવ્યું
સુલતાનપુર ને જોડતા રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવા બાબતે કલેકટર સાહેબશ્રી જૂનાગઢ ને સંબોધિ માંગરોળ મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામા આવ્યું
માંગરોળ ના ભાટગામ ને જોડાતા સુલતાનપુર થી ભાટગામ અને માનખેત્રi ભાટગામ નો રસ્તો પહોળો કરવા અને આ રસ્તો નવેસરથી નવો બનાવવા માટે આ રસ્તો મંજુર થયેલ હોય તેમ છતાં પણ આ રસ્તાઓનું કામ શરૂ કરવામાં આવેલ નથી
બિસ્માર રસ્તાઓ ને કારણે વાહનોમાં ખુબજ નુકસાની તેમજ ઇંધણ નો પણ વધુ વપરાશ થાય છે
જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીઓ નો સામનો કરી અહીં થી પસાર થવું પડતું હોય છે
જૂનાગઢ જીલાના માંગરોળ તાલુકા ના ભાટગામ ગામ થી માનખેત્રા ને જોડતો રસ્તો તથા સુલતાનપુર ને જોડતો રસ્તો ઘણા સમય થી મંજુર થયેલા છે હાલ આ રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં છે તેમ છતાં પણ હજુ સુધી આ રસ્તાની કામગીરી શરૂ થયેલ નથી હાલ ચોમાસુ નજદીક આવીરહયું છે અને વરસાદી સિઝન શરૂ થતાંજ ગ્રામજનો તથા વાડી વિસ્તાર ના લોકો ને અવરજવર કરવા મા આ કારણે ખુબજ મુશ્કેલીઓ પડીરહી હોય તેમજ ખુબજ સાંકડો રસ્તોહોય આ રસ્તાને પહોળો કરી તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી અને લોકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતુંકે ખુબજ બિસ્માર હાલતમાં આ રસ્તો હોવાના કારણે સતત એક્સિડેન્ટ થવાનો ભય પણ રહેતો હોય માટે વહેલી તકે આ રસ્તાઓ નુ કામ શરૂ થાય તેવી માંગ સાથે ભારતીય માનવ અધિકાર સંઘ,INDIAN હ્યુમન રાઇટ્સ એસોસિએશન ના અધ્યક્ષ મિલન બારડ તથા તેમની ટિમ ના સભ્યો તથા સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા આ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ થાય તેવી માંગ કરવામાં આવી હતી
આવેદનપત્ર આપવા માટે કાશીબભાઈ સમા,યશભાઈ પરમાર, નિલેશભાઈ રાજપરા, જયંતિગીરી ગોસ્વામી, સુલેમાનભાઈ પઠાણ સહિતના હ્યુમન રાઈટ્સ ના સભ્યોએ હાજરી આપી હતી સાથે સાથે રામ ભાઈ સોલંકી,કાનભાઇ સોલંકી પૂર્વ સરપંચ ભાટગામ ,હમીરભાઈ હડીયા,નારણભાઇ શોલંકી,સરમણ ભાઈ પીઠીયા,અર્જનભાઈ શોલંકી,જેસા ભાઈ શોલંકી,ભીખાભાઇ રામ,પત્રકાર મિત્રો સહિતના આગેવાનો અને ગ્રામજનો ખુબજ બહોળી સંખ્યામાં જોડાયા હતા
રિપોર્ટર:- હિરેન ચૌહાણ