અકલ્પનીય સ્થિતિ:દીકરી વ્હાલનો દરિયો.
😢😢😢😢😢😢😢😢😢😢😢😢
👉આ કૉરોના કટોકટીની સેંકડો પોસ્ટ,મીમ,જૉક મેં વાંચ્યા-જોયા.મેં પણ ઘણી પોસ્ટ કરી.પણ આજે મારા મિત્રની પોસ્ટ-ફોટો મારી આંખમાં આંસુઓની ધાર લાવી ગઈ.કોઈપણ નાગરિકની આંખો અને હૈયું હચમચાવી નાંખે એવું દ્રશ્ય આ અભૂતપૂર્વ કહીશ હું.😢lr
👉આપણાં જ ઘરમાં રહી આપણે સલામત જીંદગી માણી શકીએ.એટલા માટે સરકારીતંત્રનો અદનો પોલીસ કર્મચારી પોતાની ફરજ બજાવ્યા બાદ ઘરે જાય છે ત્યારે,સંભવિત કોરોનાનો ચેપ પોતાનાં પરિવારને ન જ લાગે તે સારૂ સાવચેતી રૂપે ઘરનાં દરવાજા બહાર જમવાનું મંગાવીને જમે છે.ત્યારે પોતાની લાડલી વ્હાલનો દરીયો જેવી માસૂમ દીકરી દરવાજા પાસે ઉભી ઉભી પિતાને મળવા આતુર હોય છે.પણ એક પિતા તરીકે તેને છાતીએ લગાડવા મજબુર હોય છે તે દ્રશ્યમાં પોતાની જાતને મૂકી જોજો..!દીકરીને જમતાં જમતાં આખનાં ઈશારે પ્રેમથી વહાલ દર્શાવે છે તે જોતાં પિતાની આંખમાંથી આંસુઓની ધારા આવી જાય છે.આ જોઈને કોઈ પાષાણહ્રદયીનું ય હૈયું મીણની જેમ ઓગળી જાય.😢!!!
મિત્રો,સરકારીતંત્રને દિલથી સહયોગ દેજો.lr💞
આવો મળીને કોરોના જંગ જીતીએ.
આપણાં દિલમાં દીવો જલતો રહે.🕯️
આ પોસ્ટ ખૂબ share કરજો,મિત્રો.
🇮🇳🇮🇳🇮🇳જય હિંદ.🇮🇳🇮🇳🇮🇳.