ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.? જી હા, સુથારો કેરીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા.

ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.?

કેરી સુથારો સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા. ને માનતા ન હો તો વાંચો આ લોકકથા.

ઇન્દ્રપુરી બનાવવા માટે એક વાર સુથારો ની જરૂર પડી.

એટલે વિશ્વકર્મા ખુદ નીચે પૃથ્વી પર આવ્યા. એમણે સુથાર ને કહ્યું: ઇન્દ્રપુરી બનાવવામાં મને મદદ કરો.

ભગવાનનો આદેશ સાંભળતાં જ પૃથ્વી પરના થોડા ચુનંદા સુથાર તૈયાર થઈ ગયા. એ બધા જ વિશ્વકર્માના સાથે સ્વર્ગમાં ગયા. ત્યાં ઇન્દ્રપુરી બંધાઈ રહી હતી.

સુથાર રહેતા’તા વિશ્વકર્માના ઘરે. સવારે કામ પર જાય.

સાંજે ઘેર આવે. વિશ્વકર્માની પત્ની એમના માટે ખાવાનું બનાવી રાખે. એ ખાય. વિશ્વકર્માના પત્ની રોજ દરેક સુથારને એક એક કેરી આપતા. પછી દરેક સુથાર પાસેથી ગોટલા પાછા લઈ લેતાં. એક દિવસ પેલા સુથારોમાંના એક સુથારને થયું: જોઈએ ગોટલો પૃથ્વી પર લઈ જાઉં તો ત્યાં પણ આંબો ઉગે ને કેરી થાય.

લોકોને પણ આ ફળ ખાવા મળવું જોઈએ. પણ કરે શું?

વિશ્વકર્મા ની પત્ની ગોટલા ગણીને લઈ લેતાં. જેટલી કેડી એટલે ગોટલા. પણ, એ સુથાર સ્માર્ટ હતો. એણે એક નકલી ગોટલો બનાવ્યો, અને પૃથ્વી પર પાછા આવવાનું હતું. એક દિવસ જ્યારે એ વિશ્વકર્માને ત્યાં ખાવા ગયો ત્યારે સાથે પેલો નકલી ગોટલો લેતો ગયો.

ખાધા પછી જ્યારે વિશ્વકર્માના પત્ની બધા સુથારો પાસેથી ગોટલા પાછા લેવા માંડ્યા,ત્યારે પેલા સુથારે એક ભાગમાં આવેલા કેરીને અસલી ગોટલો પોતાની પાસે રાખ્યો, અને નકલી ગોટલો વિશ્વકર્માના પત્ની પાસે પાછો આવ્યો. બીજા દિવસે બધા સુથારો પૃથ્વી પર આવ્યા. પેલા સુથારે પૃથ્વી પર પહેલી વાર ગોટલો રોપ્યો. આંબો થયો. કેરી લાગી. પાકી. એવા ગોટલામાંથી પાછા બીજા આંબો બન્યા. આ રીતે કેરી સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી. જેને પણ પહેલી વાર આંબે કેરી લાગી હોય એ સુથારને છ છકડા (છત્રીસ) કેરી આપતો.

એક માન્યતા અનુસાર…

ટૂંકમાં, સુથારો કેરી સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા.