*હોમ ક્વોરેન્ટાઈનમાં બહાર દેખાશે તો પગલાં લેવાશે પાલિકા કમિશનર*
સુરતઃ કોરોના વાઈરસને લઈને પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ નિવેદન જાહેર કર્યું હતું. શહેરમાં હાલ 419 લોકો જે બહારના દેશમાંથી આવ્યા છે કે સ્થાનિક શંકાસ્પદ સંક્રમિત છે તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં હોવાનું કહેતા આ કોરોન્ટાઈલ હેઠળ રહેલા લોકો જો બહાર ફરતાં દેખાશે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે સાથે જ તેમને ક્વોરેન્ટાઈન પાલિકા દ્વારા ઉભા કરાયેલા ક્વોરેન્ટાઈનમાં દાખલ કરવામાં આવશે તેમ કમિશનરે વધુમાં જણાવ્યું હતું.