*અપરાજિતા સંસ્થાને નવી દિલ્હી ખાતે રમાબાઈ આંબેડકર રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર પ્રદાન કરાશે.*
મહેસાણા, સંજીવ રાજપૂત: મહિલાઓના વિવિધ ક્ષેત્રે વિકાસ માટે સ્થાપિત અપરાજિતા ટ્રસ્ટની કારોબારી બેઠક સર્કિટ હાઉસ મહેસાણા ખાતે અપરાજિતા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રીમતિ અંજના પરમારના અધ્યક્ષ સ્થાને આજ રોજ મળી હતી . સર્કિટ હાઉસ મહેસાણા ખાતે મળેલ આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી શ્રીમતિ અંજના પરમારે જણાવ્યું હતું કે ગત વર્ષમાં સંસ્થાએ અનેકવિધ મહિલાકલ્યાણલક્ષી સેવા પ્રવૃતિઓ કરીને એક આગવી ઓળખ ઊભી કરી છે.જેના પરિપાક રુપે નવી દિલ્લી ખાતે 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ના રોજ રાષ્ટ્રીય સંસ્થા ઉડાન દ્વારા ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓની ઉપસ્થિતીમાં મહિલાઓના કલ્યાણ માટે સમગ્ર દેશના વિવિધ જિલ્લાઓમાંથી કાર્યરત મહિલા સંસ્થાઓ તેમજ મહિલા વિશેષ વ્યક્તિત્વ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવનાર છે જેમાં દેશની અનેક મહિલા સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે જેની અંદર આપણા સૌના માટે ઉત્સાહ પ્રેરક વાત છે કે આપણી સંસ્થા” અપરાજિતા”ની પણ પસંદગી કરવામાં આવી છે.
વર્ષ 2025 દરમિયાન અપરાજિતા ટ્રસ્ટના નેજા હેઠળh આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રુપરેખાની સમજ આપી હતી. સર્કિટ હાઉસ મહેસાણા ખાતે ઉપસ્થિત મહેસાણા લોકસભાના લોકપ્રિય પ્રજાવત્સલ સાંસદ હરિભાઈ પટેલ તથા ઊંઝાના મત વિસ્તારના પ્રભાવશાળી ધારાસભ્ય કે. કે.પટેલની શુભેચ્છા મુલાકાત અપરાજિતા સંસ્થાના સર્વ હોદ્દેદારોએ લઈને સંસ્થાની મહિલા કલ્યાણ વિકાસલક્ષી પ્રવૃતિઓથી વાકેફ કર્યા હતા.જેના પ્રત્યુતરમાં સાંસદ શ્રી અને ધારાસભ્ય શ્રીએ ખુશી વ્યક્ત કરતા સંસ્થાના હોદ્દેદારોને અભિનંદન આપતા જણાવ્યું કે સરકારી યોજનાઓના લાભોની સાથે સાંસદનિધિ, ધારાસભ્ય નિધિમાંથી મદદરૂપ થવાની ખાત્રી આપી હતી.
આ બેઠકમાં સર્વ કારોબારી સભ્યો સહિત મંત્રી શ્રીમતિ સુષ્મતાબેન,સંગઠન મંત્રી શ્રીમતિ લતાબેન,સરલાબેન ,કંચનબેન ,સોશિયલ મિડીયા કન્વીનર કુમારી અંકિતા બારોટ હાજર રહ્યા હતા.
આજે યોજાયેલ આ બેઠકનું સમગ્ર સંચાલન સંસ્થાના મહામંત્રી શ્રીમતિ મીનાબેન જાસકીયાએ કર્યુ હતું જ્યારે આભારવિધિ સુરેખા બારોટે કરી હતી.