આણંદમાં બંધન બેંકમાં સનસનીખેજ સવા કરોડથી પણ વધારે નીલૂંટ

આણંદમાં એક કરોડથી પણ વધારે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આણંદના 100 ફૂટ રોડ પર આવેલી બંધન બેન્કમાં લૂંટની ઘટના બની હતી ત્રણ જેટલાં બુકાનીધારી શખ્સોએ રિવોલ્વર અને છરીની અણીએ છ જેટલાં કર્મચારીઓને બંધક બનાવીને સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો હતો. 1કરોડથી પણ વધુની લૂંટની ઘટના બનતાં પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી તપાસ હાથ ધરી છે.