ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે વંશજ છું તુલસી, કબીર, નરસિંહ ને મીરાનો કલમ વેચીને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે – મિત્તલ ખેતાણી.રાજકોટ,

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે
પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે

ભલે ને હોય આ જન્મે ભાગ્ય નબળું તો ય
લેશું જન્મ બીજો, કોઈને ઝુકવાનું નહીં ફાવે

લડીશ સામી છાતીએ કુરુક્ષેત્ર અને લંકાએ
મંથરાવૃત્તિથી કોઈનાં કાન ફૂંકવાનું નહીં ફાવે

કર્ણ જેમ ઋણ ફેડીશ ,સામે હશે ઈશ તો ય
જે થાળીમાં ખાધું ત્યાં છેદવાનું નહીં ફાવે

કળિયુગે કર્મ,પરહિત અને નામ રામનું ઘણું
ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે

વંશજ છું તુલસી, કબીર, નરસિંહ ને મીરાનો
કલમ વેચીને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે

-મિત્તલ ખેતાણી(રાજકોટ, M.9824221999) નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી