પ્રતિતાત્મક તસ્વીર જોડેલ છે
અમદાવાદ વાડજ વિસ્તારમાં પત્નીએ પતિની પ્રેમિકાને નિર્વસ્ત્ર કરી વીડિયો ઉતારી માર્યો માર
વાડજ પોલીસ દવારા પણ તાત્કાલિક એક્શન લેવાતા ત્રણે મહિલાઓ ને પકડી જેલ ને હવાલે કરેલ છે અને પૂર્ણ સચોટ કાર્યવાહી કરવામાં આવશે : વાડજ પીઆઇ રાઠવા
અમદાવાદ: વાડજમાં પતિ સાથે સંબંધ રાખવા બદલ અન્ય મહિલા સાથે મળીને પત્નીએ યુવતીનું અપહરણ કરી ઘરમાં બંધક બનાવી હતી, જ્યાં તેને નિર્વસ્ત્ર કર્યા બાદ માર મારી વીડિયો વાયરલ બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. જેના પગલે યુવતીએ 3 મહિલા સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 22 વર્ષની યુવતીની ફરિયાદ અનુસાર ગિરીશ ઉર્ફે સોનુ તુલસીગિરી ગોસ્વામીની દુકાનમાં નોકરી કરતી હતી ત્યારે પ્રેમસબંધ બંધાયો હતો. નોકરી છોડ્યા બાદ વાતચીત બંધ થઈ ગઇ હતી, પરંતુ ગિરીશની પત્ની જાનુને આ વાતની જાણ થઈ ગઇ હતી. ગુરુવારના રોજ યુવતી નોકરીથી ઘરે આવી ત્યારે તેના ઘર પાસે એક્ટિવા લઈ ગિરીશની પત્ની જાનુ ગોસ્વામી તથા રીન્કુ ગોસ્વામી આવેલ અને યુવતીનું એક્ટિવા પર અપહરણ કરી સોરાબજી કંપાઉન્ડમાં રહેતા ઠાકુરીબેન ગોસ્વામીના ઘરે લઈ ગયા જ્યાં ઘરનો દરવાજો બંધ કરી યુવતીને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા જાનુ ગોસ્વામીએ તેના મોબાઈલમાં ફોટા પાડી ફરતા કરવાની ધમકી આપી ઘરમાં બાંધી ગિરીશને ફોન કરીને બોલાવ્યો હતો.તે દરમિયાન યુવતી પાસે બળજબરીથી એવું બોલાવી વીડિયો ઉતાર્યો હતો કે તેણે ગિરીશ પાસેથી રૂ. 50 લાખના કપડા ખરીદ્યા છે. ત્યારબાદ યુવતી પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. દરમિયાન ગિરીશ ત્યાં આવતા યુવતી ત્યાંથી નીકળી પોતાના ઘરે પહોંચી હતી.વાડજ પોલીસ દવારા પણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે