“હે પ્રભુ, તેં આ સૃષ્ટિ શા માટે રચી? સુખ-દુઃખ, આરંભ-અંત, માન-અપમાન, લાચારી….. શા માટે?”

Good Morning

“હે પ્રભુ, તેં આ સૃષ્ટિ શા માટે રચી? સુખ-દુઃખ, આરંભ-અંત, માન-અપમાન, લાચારી….. શા માટે?” તો પ્રભુ પણ મસ્તીના મૂડમાં સાવ સત્ય કહે છે કે “એકાકી ન રમતે” ભગવાનને પણ એકલું રમવું ગમતું ન હતું. એણે તો મોટી રેન્જમાં વૈવિધ્યસભર દુનિયા ઘડી. એકસરખો અને આદર્શ સ્વભાવ બનાવવો હોત તો મશીન જ બનાવી દેતો….એને ડાહપણથી ગાંડપણ સુધી આખી રેન્જ બનાવી છે. એણે તો ચિત્રવિચિત્ર ક્વોલિટી લઈને મોકલ્યાં છે….તો સ્વભાવગત ખામી હોય કે ખૂબી, આ તો એનો પ્રસાદ છે. ચાલો, એવું લાગે કે વધુ પડતો ગુસ્સો સારો નહીં… પણ બધાં ગુસ્સો ત્યજી દેશે તો સિસ્ટમ સામે આક્રોશ કોણ વ્યક્ત કરશે? તમને વારંવાર ખોટું લાગે છે તો જ દુનિયામાં એક હદ સુધી કેર લેવાની પ્રેક્ટીસ છે, નહિ તો હોટલમાં પણ સર્વિસ મળતી ન હોત….જીદ સ્વભાવમાં જ ન હોત તો ગાંધી ક્યાંથી આવતા? સહી લેવું એ સ્વભાવમાં જ ન હતું તો અસરદાર સરદાર મળ્યાં. બધાંને સમૂહમાં બેસાડીને કોમન મશીન બનાવવા છે કે તેમની ખામીઓ અને ખૂબી જાળવવી છે, એ નક્કી કરવું પડશે…એક સરખો જ વિચારતો સમાજ પેદા કરવો તો ઇશ્વરને ચેલેન્જ આપવાની વાત થઈ.

Deval Shastri🌹