ખેડૂત ખેતી બચાવો અભિયાન અંતર્ગત ધરણાં પ્રદર્શન અને સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ

એન્કર’ જામનગર શહેર/જિલ્લા કૉંગ્રેસ સમિતિ તથા કિસાન કૉંગ્રેસની આગેવાની માં *ખેડૂત ખેતી બચાવો અભિયાન* અંતર્ગત ધરણાં પ્રદર્શન અને સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ


જામનગર શહેર/જિલ્લા કૉંગ્રેસ સમિતિ તથા કિસાન કૉંગ્રેસનાની આગેવાની માં *ખેડૂત ખેતી બચાવો અભિયાન* અંતર્ગત હાપા માર્કેટીંગ યાર્ડ* ખાતે ધરણાં અને પ્રદર્શન અને સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઇ હતી. આ કાર્યક્રમમાં વિશેષઃત ત્રણ કાળા કાયદા, અને ખેડૂતોને થતા અન્યાયની વિરુદ્ધ માં ખેડૂતો અને વ્યાપારી વચ્ચે થતા કોન્ટ્રાક્ટ સાઇન નો નાટકનાં સ્વરૂપ માં પાત્રો ભજવવામાં આવ્યા હતા અને આ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ બિરબલ ની ખીચડી સમાન હોય તેથી જાહેર માં ખીચડી પકાવી ખેડૂતો ને તથા આમ પ્રજા ને જાગૃત કરવા નો કાર્યક્રમ કરવા માં આવ્યો હતો નું પણ ત્યારબાદ રેલી ને પોલીસ દ્વારા અટકાવી તમામ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય અધ્યક્ષશ્રી જીવણભાઈ કુંભરવાડીયા સાહેબ તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના આદરણીય અધ્યક્ષશ્રી દિગુભા જાડેજા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિશાન સેલ નાં વાઇસ ચેરમેન શ્રી કણૅદેવસિહ જાડેજા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંગઠન કે.પી. બથવાર તથા જામજોધપુર નાં માનનીય ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા તથા કાલાવડ-૭૬ નાં માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મુછડીયા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી યુસુફભાઈ ખફી તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા મહામંત્રી શ્રી સહારાબેન મકવાણા તથા જામનગર જીલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ શ્રી નયનાબા જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ મહિલા પ્રમુખ શ્રીમતી રંજનબેન ગજેરા તથા જામનગર મહાનગરપાલિકા નાં કોપૉરેટર શ્રી આનંદભાઈ રાઠોડ તથા ધવલભાઈ નંદા તથા નુરમામદ પલેજા તથા રચનાબેન નંદાણીયા તથા હાજીભાઈ રીઝવાન, જેનબબેન ખફી તથા આનંદભાઈ ગોહિલ તથા જામનગર જીલ્લા પંચાયત ના સદસ્યોશ્રી જે.પી. મારવીયા , પ્રભાતભાઈ ઝાટીયા, કાલાવડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી દિપકભાઈ વસોયા, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી સંજયસિંહ જાડેજા, લાલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી દેવશીભાઇ બરડીયાવદરા, જોડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી મનોજભાઈ ભીમાણી, ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અદનાનભાઈ ઝન્નર, વિરોધ પક્ષના નેતા ઈસ્માઈલ ખીરા તથા જોડીયા તાલુકા સંધ નાં ઉપપ્રમુખ શ્રી મામૈયાજી જાડેજા, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મોહનભાઈ પરમાર, મગનભાઈ કાનાણી, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, અંકિતભાઈ ઘાડીયા, અબરારભાઈ ગજીયા,સાજીદભાઈ બ્લોચ તથા રામદેવ ભાઈ ઓડેદરા, ભુપતભાઈ ધમસાણીયા,ગફારભાઈ, હેમંતભાઈ ચાવડા, હેમંતભાઈ પાભંર, સુરેશભાઈ પટેલ, અલ્તાફ ખીરા તથ પ્રવિણભાઇ જેઠવા, હુસેનભાઇ મુરીમા, દેવજીભાઈ કણજારીયા, દક્ષાબેન વાડોલીયા, રોશનબેન, તથા જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિના દરેક હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

https://youtu.be/k3scw3F7D-w