*ચાણસ્મા નગરપાલિકામાં સોસાયટીના રહીશો દ્વારા કરાયો માટલી ફોડ કાર્યક્રમ*
*એબીએનેસ,ચાણસ્મા* પાટણ જિલ્લાની ચાણસ્મા નગરપાલિકામાં લક્ષ્મીનારાયણ સોસાયટીના રહીશો દ્વારા પાણી અને ગટરના પડતર પ્રશ્નોને લઈને બપોરે સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા અને માટલા ફોડ કાર્યક્રમ નગરપાલિકામાં કરી પોતાના પડતર પ્રશ્નોનો વિરોધ નોંધાવ્યો હતો
ચાણસ્મા શહેરની રૂપેશ્વર રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ઘણા સમયથી પાણી આવતું નથી અને રહીશો દ્વારા પાણીના ટેન્કર મંગાવવામાં આવે છે આ વાત સોસાયટીના રહીશો દ્વારા જાણવા મળી હતી
ચાણસ્મા નગરપાલિકામાં વારંવાર ચીફ ઓફિસરની બદલી થતી રહે છે માટે યોગ્ય જવાબ કોઈ દ્વારા મળી રહ્યો નથી એવો સોસાયટીના રહીશો દ્વારા જાણવા મળ્યું હતું જેને લઈ આ બાબતે રહીશો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.